શોધખોળ કરો

World Economic Forum: આઉદી અરબે કરી મોટી જાહેરાત, ભારત માટે ઘી-કેળા, જાણો આખો મામલો

સાઉદી અરેબિયાના નાણામંત્રી મોહમ્મદ અલ-જદાને મંગળવારે બ્લૂમબર્ગ ટીવીને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે અમે અમારો બિઝનેસ કઈ મુદ્રામાં કરવા માંગીએ છીએ તે મુદ્દા પર વાટાઘાટો કરવામાં અમને કોઈ સમસ્યા નથી.

Saudi Arabia Open Trading : ભારતના મહત્વપૂર્ણ આર્થિક ભાગીદાર સાઉદી અરેબિયાએ વ્યાપાર સોદાને લઈને મોટો નિર્ણય લીધો છે. સાઉદી અરેબિયાના નાણાપ્રધાન મોહમ્મદ અલ-જાદાને કહ્યું છે કે સાઉદી અરેબિયા યુએસ ડોલર સિવાય અન્ય કરન્સીમાં વ્યાપાર કરવા અંગે વાટાઘાટો કરવા તૈયાર છે.

સાઉદીના વિદેશ મંત્રીનું આ નિવેદન ભારત માટે એટલા માટે પણ મહત્વનું છે કારણ કે બંને દેશોએ હાલમાં જ આર્થિક સંબંધોને પ્રોત્સાહન આપવા માટે રૂપિયા-રિયાલમાં વ્યાપાર શરૂ કરવાની સંભાવના પર ચર્ચા કરી હતી. આ સિવાય ભારતે દ્વિપક્ષીય વ્યાપાર અને આર્થિક સંબંધોને પ્રોત્સાહન આપવા માટે ફેબ્રુઆરી 2022માં અન્ય ગલ્ફ દેશ UAE સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર હસ્તાક્ષર કર્યા હતા.

સાઉદી અરેબિયાના નાણામંત્રી મોહમ્મદ અલ-જદાને મંગળવારે બ્લૂમબર્ગ ટીવીને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે અમે અમારો બિઝનેસ કઈ મુદ્રામાં કરવા માંગીએ છીએ તે મુદ્દા પર વાટાઘાટો કરવામાં અમને કોઈ સમસ્યા નથી. તે યુએસ ડૉલર, યુરો અથવા સાઉદી રિયાલ્સમાં હોય. તેમણે કહ્યું હતું કે, મને નથી લાગતું કે અમે વિશ્વભરમાં વ્યાપારને સુધારવામાં મદદ કરે તેવા કોઈપણ મુદ્દા પર ચર્ચાને દૂર કરી રહ્યા છીએ અથવા ફગાવી રહ્યાં છીએ. સાઉદી નાણા મંત્રીએ દાવોસમાં ચાલી રહેલા વર્લ્ડ ઈકોનોમિક ફોરમ 2023 દરમિયાન આ વાત કહી હતી.

સ્વિત્ઝરલેન્ડના દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમ 2023 ચાલી રહ્યું છે. આમાં સાઉદી અરેબિયાએ પણ ભાગ લીધો છે. આ દરમિયાન સાઉદી અરેબિયાએ ટ્રેડ ડીલને લઈને મોટો નિર્ણય લીધો છે. સાઉદી અરેબિયાના નાણામંત્રીએ માહિતી આપી છે કે તેમનો દેશ યુએસ ડોલર સિવાય અન્ય ચલણમાં બિઝનેસ કરવા અંગે વાત કરશે. 

જોકે ભારતે દ્વિપક્ષીય વ્યાપાર અને આર્થિક સંબંધોને મજબૂત કરવા માટે ફેબ્રુઆરી 2022માં ગલ્ફ દેશ UAE સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (STF) પર હસ્તાક્ષર કર્યા છે. આ પહેલા પણ ભારતના વ્યાપાર મંત્રી પીયૂષ ગોયલ બિઝનેસ દ્વારા સંબંધો સુધારવાની વાત કરી ચૂક્યા છે. તેમણે બિઝનેસની મદદથી સાઉદી અરેબિયા સાથે પરસ્પર સંબંધો સુધારવાની પણ વાત કરી છે.

ગતિશીલ પરિવર્તન લાવવાની જરૂર 

સાઉદી અરેબિયાના વ્યાપાર પ્રધાન માજિદ બિન અબ્દુલ્લા કસ્બીએ ગયા વર્ષે એક બેઠકમાં કહ્યું હતું કે, ભારત અને સાઉદી અરેબિયા વચ્ચેના આર્થિક સંબંધોને મજબૂત રીતે આગળ વધારવા માટે પરસ્પર વ્યાપારમાં ગતિશીલ પરિવર્તન લાવવાની જરૂર છે. કોઈપણ રીતે, ભારત એશિયાની ત્રીજી સૌથી મોટી અને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. આ કારણે ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપારી વ્યવહારોમાં એક સિસ્ટમ તરીકે રૂપિયાને સ્થિર કર્યો છે. એક રિપોર્ટ અનુસાર, ભારત સાઉદી અરેબિયા સાથે વ્યાપાર કરનાર ચોથો સૌથી મોટો દેશ છે. આ ઉપરાંત સાઉદી અરેબિયા અમેરિકા, ચીન અને UAE સાથે બિઝનેસ કરવામાં પહેલા, બીજા અને ત્રીજા સ્થાને છે. જેથી ભારતના વ્યાપારનું સ્તર વધારવામાં પણ ઘણી મદદ મળી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget