આજથી શરૂ થશે પાકિસ્તાનમાં SCO સમિટ, છેલ્લા 9 વર્ષમાં ભારતીય વિદેશ મંત્રીની પ્રથમ મુલાકાત, ઇસ્લામાબાદ બંધ
બે દિવસીય આ બેઠકમાં સભ્ય દેશોના ટોચના નેતાઓ ભાગ લેશે. આ માટે ઈસ્લામાબાદમાં ખૂબ જ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ઈસ્લામાબાદ અને પડોશી શહેર રાવલપિંડીમાં મુખ્ય રસ્તાઓ અને બજારો બંધ છે.
પાકિસ્તાનમાં SCO સમિટ માટે ઈસ્લામાબાદ લોકડાઉનમાં છે. વિદેશ મંત્રી એસ જયશંકર સમિટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે, જે નવ વર્ષમાં ભારતીય વિદેશ મંત્રી દ્વારા પાકિસ્તાનની પ્રથમ મુલાકાત છે.SCO (શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન)ની 23મી બેઠક આજથી પાકિસ્તાનમાં શરૂ થશે. આ કારણે રાજધાની ઈસ્લામાબાદમાં લોકડાઉન છે. ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આ બેઠકમાં હાજરી આપશે.
બે દિવસીય આ બેઠકમાં સભ્ય દેશોના ટોચના નેતાઓ ભાગ લેશે. આ માટે ઈસ્લામાબાદમાં ખૂબ જ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ઈસ્લામાબાદ અને પડોશી શહેર રાવલપિંડીમાં મુખ્ય રસ્તાઓ અને બજારો બંધ છે.
આ પરિષદમાં ભારતનું પ્રતિનિધિત્વ વિદેશ મંત્રી એસ જયશંકર કરશે. તે આજે પાકિસ્તાન પહોંચશે. લગભગ નવ વર્ષમાં આ પ્રથમ વખત બનશે જ્યારે કોઈ ભારતીય વિદેશ મંત્રી પાકિસ્તાનમાં હશે ઉલ્લેખનિય છે કે, બંને દેશો વચ્ચે કાશ્મીર મુદ્દો અને પાકિસ્તાન તરફથી સીમાપાર આતંકવાદને લઈને તણાવ છે.
પાકિસ્તાનમાં SCO સમિટ, ટોચના મુદ્દા
1-સમિટ માટે ઈસ્લામાબાદમાં સેના તૈનાત કરવામાં આવી છે. જેલમાં બંધ વિપક્ષી નેતા ઈમરાન ખાનના સેંકડો સમર્થકોની ધરપકડ કરવામાં આવી છે. વિરોધ પ્રદર્શન પર પ્રતિબંધ છે.
2- પાકિસ્તાન સરકારે સોમવારથી ત્રણ દિવસ માટે ઈસ્લામાબાદમાં રજા જાહેર કરી છે. શાળાઓ અને વ્યવસાયો બંધ રહેશે. પોલીસ અને અર્ધલશ્કરી દળની ટુકડીઓ પેટ્રોલિંગ કરશે.
3- પાકિસ્તાનના આંતરિક મંત્રાલયના જણાવ્યા અનુસાર, સેનાના જવાન રેડ ઝોનની સુરક્ષા કરી રહ્યા છે. આ વિસ્તારમાં સમિટ યોજાવા જઈ રહી છે.
4- શિખર સંમેલન મંગળવારે પ્રતિનિધિમંડળના આગમન સાથે શરૂ થશે. પાકિસ્તાની વડાપ્રધાન દ્વારા તમામ માટે વેલકમ ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે. બુધવારે સત્તાવાર બેઠક યોજાશે.
5- ચીનના વડાપ્રધાન લી કિઆંગ સોમવારે SCO બેઠકમાં ભાગ લેવા ઈસ્લામાબાદ પહોંચ્યા હતા. તેઓ ચાર દિવસની મુલાકાતે આવ્યા છે. 11 વર્ષમાં ચીનના વડાપ્રધાનની પાકિસ્તાનની આ પ્રથમ મુલાકાત છે. પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફે લીનું એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું.
6- મુલાકાત દરમિયાન, ચીનના વડા પ્રધાન પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફ, રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી અને અન્ય મુખ્ય રાજકીય અને લશ્કરી હસ્તીઓ સાથે વાતચીત કરે તેવી અપેક્ષા છે. તેઓ ગ્વાદર ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરી શકે છે.
7- બેલારુસના વડા પ્રધાન રોમન ગોલોવચેન્કો, કઝાકિસ્તાનના વડા પ્રધાન ઓલજાસ બેક્ટેનોવ, રશિયન વડા પ્રધાન મિખાઇલ મિશુસ્ટિન, તાજિકિસ્તાનના વડા પ્રધાન કોહિર રસુલઝોદા, ઉઝબેકિસ્તાનના વડા પ્રધાન અબ્દુલ્લા અરિપોવ, કિર્ગિસ્તાનના કેબિનેટના અધ્યક્ષ ઝાપારોવ અકિલબેક અને ઈરાનના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ રેઝા આ બેઠકમાં હાજરી આપશે. .
8- જયશંકર ઈસ્લામાબાદ પહોંચ્યા બાદ શાહબાઝ શરીફ દ્વારા આયોજિત ભોજન સમારંભમાં ભાગ લઈ શકે છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી સાથે તેમની દ્વિપક્ષીય વાતચીત થવાની શક્યતા ઓછી છે.
9- ઓગસ્ટમાં પાકિસ્તાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને SCO સમિટમાં આમંત્રણ આપ્યું હતું. જયશંકરની પાકિસ્તાન મુલાકાત મહત્વપૂર્ણ છે કારણ કે તેને ભારત તરફથી એક મહત્વપૂર્ણ નિર્ણય તરીકે જોવામાં આવી રહ્યો છે.
10- તાજેતરના એક કાર્યક્રમમાં જયશંકરે કહ્યું, “કોઈપણ પાડોશીની જેમ ભારત ચોક્કસપણે પાકિસ્તાન સાથે સારા સંબંધો રાખવા ઈચ્છશે. પરંતુ સરહદ પારના આતંકવાદને અવગણી શકાય નહીં.