શોધખોળ કરો
Advertisement
બિશ્કેક: PM મોદીએ શી ચિનપિંગ સાથે કરી મુલાકાત, કહ્યું-પાકિસ્તાન સાથે વાતચીતનો અત્યારે નથી માહોલ
શાંઘાઈ સહયોગ સંગઠનની બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય મુલાકાત કરી હતી. ત્યારે પાકિસ્તાનના મુદ્દા પર પણ વાતચીત થઈ હતી.
બિશ્કેક: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાંઘાઈ સહયોગ સમ્મેલન (SCO)માં ભાગ લેવા માટે ગુરુવારે કિર્ગીસ્તાનની રાજધાની બિશ્કેક પહોંચ્યા છે. શાંઘાઈ સહયોગ સંગઠનની બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન બન્ને દેશો વચ્ચે અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ.
મુલાકાત બાદ વિદેશ સચિવ વિજય ગોખલએ જણાવ્યું કે ભારત અને ચીન વચ્ચે પાકિસ્તાનના મુદ્દા પર પણ વાતચીત થઈ. વડાપ્રધાન મોદીએ શી જિનપિંગને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હાલમાં પાકિસ્તાન સાથે વાતચીત કરવાનો માહોલ નથી. તેના પાછળનું જે કારણ બતાવવામાં આવી રહ્યું તે પાકિસ્તાન સામે જે પહેલાથી જ મુદ્દાઓ ઉઠાવ્યા હતા તેના પર કોઈ ચર્ચા થઈ નથી. તેમાં સૌથી મોટો મુદ્દો આતંકવાદ છે. મસૂદ અજહર જેવા આતંકવાદી પર આતંરરાષ્ટ્રીય પ્રતિબંધ હોવા છતાં પણ તે પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ફરી રહ્યો છે. એવામાં પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય વાતાઘાટો કરવું અયોગ્ય રહશે
પાકિસ્તાનના એર સ્પેસનો ઉપયોગ નહીં કરવાનો નિર્ણય કરીને ભારતે બુધવારે જ એક કડક સંદેશ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાનના સંબંધો વચ્ચે ચીન પણ મહત્વનું ફેક્ટર નીભાવે છે. હાલમાં પાકિસ્તાન પર જો કોઈ દેશનો દબદબો હોય તો તે ચીનનો છે. ચીન અનેક મોર્ચા પર પાકિસ્તાની તરફદારી પણ કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સતત બીજી વખત સત્તામાં આવ્યા બાદ આ પ્રથમ બહુપક્ષીય બેઠક છે. વડાપ્રધાન મોદીએ બુધવારે કહ્યું હતું કે, શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની બેઠકમાં વૈશ્વિક સુરક્ષા સ્થિતી અને આર્થિક સહયોગ પર જોર આપશે.FS,Vijay Gokhale in Bishkek: There was a brief discussion on Pakistan. PM recalled that he has made efforts and these efforts have been derailed,that Pak needs to create atmosphere free of terror and at this stage we do not see this happening. We expect it to take concrete action https://t.co/0W17RFFYjL
— ANI (@ANI) June 13, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement