Video : જમીન પર સુઇ રહ્યાં હતા પરિવારના સભ્યો ને અચાનક ઘરમાં ઘૂસી આવી માણસ જેટલી મોટી ગરોળી, ને પછી.............
અહીં એક ઘરમાં પરિવારના સભ્યો જમીન પર સુઇ રહ્યાં હતા ને અચાનક તેમના ઘરમાં માણસના કદ જેટલી મોનિટર ગરોળી ઘૂસી આવી હતી, આનો વીડિયો પણ સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.
નવી દિલ્હીઃ દુનિયામાં કેટલાય પ્રકારના જીવો અસ્તિત્વ ધરાવે છે, કેટલાક પાલતુ છે તો કેટલાક જંગલી. પરંતુ તમે જે પાલતુ જીવ છે તેની જ પ્રજાતિનો જંગલી જીવ જોઇ જાઓ તો શું થાય. આ ખરેખરમાં આશ્ચર્યની વાત છે, પરંતુ આવી જ ઘટના બેંગકોકથી સામે આવ્યો છે. અહીં એક ઘરમાં પરિવારના સભ્યો જમીન પર સુઇ રહ્યાં હતા ને અચાનક તેમના ઘરમાં માણસના કદ જેટલી મોનિટર ગરોળી ઘૂસી આવી હતી, આનો વીડિયો પણ સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. જુઓ..........
હાલમાં વાયરલ થયેલા વીડિયોમાં જોઇ શકાય છે કે, બેંગકોંગમાં એક ઘરમાં પરિવારના કેટલાક સભ્યો જમીન પર સુઇ રહ્યાં છે, આરામ કરી રહ્યાં છે, એક છોકરી ટીવી જોઈ રહી છે. આ દરમિયાન, એક મોનિટર ગરોળી ત્યાં અચાનક ઘરમાં ઘૂસી આવે છે, ગરોળી માણસના કદ જેટલી મોટી છે. આ જોઈને છોકરી ડરી જાય છે અને જોર જોરથી ચીસો પાડવા લાગે છે. બાળકીને રડતી જોઈને પરિવારના સભ્યો ઉભા થઈ ગયા. આ પછી, છોકરી ઇશારા કરી અને મોનિટર ગરોળી ઘરમાં ઘૂસી હોવાનુ જણાવે છે. જોકે, બાદમાં પરિવારના સભ્ય દ્વારા લાકડી વડે તેને બહાર કાઢી દેવામાં આવે છે. આ વીડિયો CGTN America નામના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.
What a wake-up! A family in Bangkok was awakened from their nap when a monitor lizard crawled inside their home. The family was unharmed and chased the lizard out. pic.twitter.com/yRPnFvodsN
— CGTN America (@cgtnamerica) November 16, 2021
India Corona Cases: દેશમાં ફરી વધ્યા કોરોનાના કેસ, 60 ટકાથી વધુ કેસ કેરળમાં
ભારત સામેની સીરીઝ પહેલા ગભરાઇ ગઇ દક્ષિણ આફ્રિકાની ટીમ, લઇ લીધો આ મોટો નિર્ણય, જાણો વિગતે
કેટરીનાના લગ્નમાં નહીં જાય પૂર્વ પ્રેમી સલમાન ખાન, અચાનક છેલ્લી ઘડીએ પાડી દીધી ના, જાણો કેમ