હાર્દિક પંડ્યા ક્રિકેટથી થયો દુર, ઇજાઓથી કંટાળીને કઇ મોટી ટૂર્નામેન્ટ રમવાના ચોખ્ખી ના પાડી દીધી, હવે શું કરશે, જાણો વિગતે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાર્દિક પંડ્યા પીઠની ઈજાથી પરેશાન છે અને તેની કારકિર્દી બનાવવા માટે ટેસ્ટ ક્રિકેટનું (Test cricket) ફોર્મેટ છોડી શકે છે
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર ગણાતો હાર્દિક પંડ્યા હાલ અનેક પ્રકારની સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યો છે, ખાસ કરીને ખરાબ ફોર્મ અને ઇજાના કારણે હાર્દિક પંડ્યા કંટાળી ગયો છે, અને તેને એક મોટો નિર્ણય લીધો છે તે અંતર્ગત તે ક્રિકેટથી હાલ પુરતો દુર થઇ ગયો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાર્દિક પંડ્યા પીઠની ઈજાથી પરેશાન છે અને તેની કારકિર્દી બનાવવા માટે ટેસ્ટ ક્રિકેટનું (Test cricket) ફોર્મેટ છોડી શકે છે. અહેવાલો અનુસાર, હાર્દિક પંડ્યા ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનું વિચારી રહ્યો છે. હાર્દિક પંડ્યાએ હજારે ટ્રોફી રમવાની ના પાડી દીધી છે, અને હવે તે સતત પોતાની ફિટનેસ પર ધ્યાન કેન્દ્રિત કરવા પર કામ કરવા માંગે છે.
રિપોર્ટ છે કે હાર્દિક પંડ્યા હાલ ખરાબ ફિટનેસથી પરેશાન તેની ફિટનેસની સમસ્યા આઇપીએલથી લઇને વર્લ્ડકપ સુધી દેખાઇ હતી, અહેવાલો અનુસાર તે વિજય હજારે ટ્રોફી નહીં રમે. હાર્દિક પંડ્યા માટે હવે બહુ ઓછો સમય બચ્યો છે કારણ કે આગામી બે વર્ષમાં ટીમ ઈન્ડિયાએ T20 અને ODI વર્લ્ડ કપ રમવાનો છે. જો હાર્દિક ફિટ નથી તો તેને અને ટીમ ઈન્ડિયા બંનેને નુકસાન છે. ઉલ્લેખનીય છે કે, હાર્દિક પંડ્યાને વર્ષ 2019માં પીઠમાં ઈજા થઈ હતી, ત્યારબાદ તેની સર્જરી પણ થઈ હતી. ત્યારથી, હાર્દિક પંડ્યા પહેલાની જેમ બોલિંગ કરી શક્યો નથી, જેના કારણે તેને નુકસાન સહન કરવું પડે છે.
બીસીસીઆઇના અધિકારીને જ્યારે હાર્દિકની ઈજા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું કે આ અંગે તેમને કોઈ માહિતી નથી પરંતુ તે પોતાની કમરને મજબૂત કરવાની સ્થિતિમાં છે. વર્ષ 2019માં કરવામાં આવેલી સર્જરી બાદ હાર્દિકની કમરમાં થોડી સમસ્યા છે.
India Corona Cases: દેશમાં ફરી વધ્યા કોરોનાના કેસ, 60 ટકાથી વધુ કેસ કેરળમાં
ભારત સામેની સીરીઝ પહેલા ગભરાઇ ગઇ દક્ષિણ આફ્રિકાની ટીમ, લઇ લીધો આ મોટો નિર્ણય, જાણો વિગતે
કેટરીનાના લગ્નમાં નહીં જાય પૂર્વ પ્રેમી સલમાન ખાન, અચાનક છેલ્લી ઘડીએ પાડી દીધી ના, જાણો કેમ