ચીનમાં ફરી કોરોના વાયરસનો પ્રકોપ વધતા કડક લોકડાઉન લદાયુ, લોકોને ઘરમાં જ રહેવાના આદેશ
ચીનની સરાકરે ફોસાન શહેરમાં કોરોનાનો પ્રકોવ વધવાને કારણે શહેરમાંથી આવતી જતી 519 ફ્લાઈટ્સને રદ્દ કરી દીધી છે.
બિજિંગઃ ચીનમાં સૌથી વધારે વસ્તી ધરાવતાં પ્રાંત ગુઆંગડોંગના શહેરોમાં કોરોના વાયરસનો પ્રકોપ વધવાને કારમે કડક લોકડાઉન લગાવવામાં આવ્યું છે. હોંગકોંગને અડીને આવેલ આ પ્રાંતમાં અત્યાર સુધીમાં નવા 41 કેસ નોંધાયા છે. અહીં અવરજવર કરવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. પ્રાંતની બહાર જવા પર કોરોના ટેસ્ટ ફરજિયા કરવામાં આવ્યો છે.
ચીનની સરાકરે ફોસાન શહેરમાં કોરોનાનો પ્રકોવ વધવાને કારણે શહેરમાંથી આવતી જતી 519 ફ્લાઈટ્સને રદ્દ કરી દીધી છે. શહેરના પાંચ વિસ્તારમાં તો લોકોને પોતાના ઘરમાં જ રહેવાના આદેશ આપ્યા છે. તમામ બજાર અને જાહરે સ્થળ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. દોઢ કરોડની વસ્તી ધરાવતા શહેરમાં એક મોટા વિસ્તારમાં તો શનિવારથી જ કડક નિયંત્રણો લગાવી દેવામાં આવ્યા હતા. ચીનમાં અત્યારસુધીમાં કોરોનાના કુલ ૩૧,૦૦૦ કેસો નોંધાયા છે અને ૪,૬૩૬ જણાના મોત થયા છે.
કોરોના વાયરસની બીજી લહેર પર ભારતનો સાથ આપતા ચીને મંગળવારે કહ્યું તે તમામ પ્રકારની મદદ ઉપલબ્ધ કરાવશે. બ્રિક્સ દેશોના વિદેશ મંત્રીઓ સાથે થયેલી વાતચીત દરમિયાન ચીની વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યુ- મહામારીની એક નવી લહેર વચ્ચે હું એકવાર ફરી ભારત પ્રત્યે પોતાની સહાનુભૂતિ વ્યક્ત કરૂ છું. આ મુશ્કેલ સમયમાં, ચીન સહિત બધા બ્રિક્સ દેશ ભારતની સાથે ઉભા છે. જ્યાં સુધી ભારતને જરૂરીયાત હશે, ચીન સહિત બધા બ્રિક્સ ભાગીદાર આગળ સમર્થન પ્રદાન કરશે.
અમેરિકાના રાષ્ટ્રપતિએ બુધવારે ગુપ્ત એજન્સીઓને કહ્યું છે કે 90 દિવસની અંદર આ વાયરસ ક્યાંથી આવી તેનો આખો રિપોર્ટ રજૂ કરે. તેમણે કહ્યું કે આ વાયરસ પશુ માંથી આવ્યો કે પ્રાણીમાંથી આવ્યો કે પછી કોઈ લેબમાં બનવવામાં આવ્યો તેની ઊંડાણપૂર્વક તપાસ કરો, સાથે જ તેમણે ચીનના રાષ્ટ્રપતિને અપીલ કરી છે કે તેઓ આંતરરાષ્ટ્રીય તપાસમાં મદદ કરે. તેમણે અમેરિકાની લેબ્સને પણ આ વિષયમાં મદદ કરવાનું કહ્યું. પણ ત્યારબાદ ચીન આ વાતથી લાલચોળ થઈ ગયું હતું. ચીને ગુરુવારે અમેરિકાની આ વાતને લઈને પ્રતિક્રિયા આપતા કહ્યું કે બીજી વખત તપાસ કરીને અમેરિકા પોતાની જવાબદારીથી બચી રહ્યું છે અને રાજનીતિ કરી રહી છે. આ વાયરસ વિશે સૌથી પહેલા જાણકારી 2019 માં ચીનમાં જ થઈ હતી.