Richest Pet : આટલા મોંઘા જાનવર!!! 4000 કરોડનો કુતરો અને 800 કરોડની બિલાડી
મોંઘા પ્રાણીઓની યાદીમાં ટોચ પર જર્મન શેફર્ડ જાતિનો કૂતરો Gunther VI છે. તેની માલિકી ઇટાલિયન કંપની ગુંથર કોર્પોરેશનની છે. તેની કિંમત અધધ રૂપિયા 4000 કરોડથી વધુ હોવાનું કહેવાય છે.
Richest Cat in the World : સામાન્ય રીતે દુનિયાના કરોડો લોકોક જાનવરો પાળતા હોય છે. તેમની કિંમત ઘણી નજીવી અથવા તો સામાન્ય કહી શકાય તેવી હોય છે. પરંતુ કેટલાક પાળતુ જાનવરો એ હદે મોંઘા છે કે જેની કિંમત સાંભળતા જ ચક્કર આવી જાય. તાજેતરમાં જ જાનવરોની કિંમત સાથે જોડાયેલા સોશિયલ મીડિયા અભ્યાસમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે, જેમાં કૂતરા-બિલાડીની કિંમત કરોડોમાં આંકવામાં આવી છે.
આ પ્રાણીઓ પણ માણસોની માફક 'સેલિબ્રિટી'નો દરજ્જો ધરાવે છે. જેમાં એક કૂતરાની કિંમત હજારો કરોડ રૂપિયા છે. 'ઓલ અબાઉટ કેટ્સ'ના રિપોર્ટમાં આ પ્રાણીઓ વિશે ખુલાસો કરવામાં આવ્યો છે.
અમેરિકાની લોકપ્રિય ગાયિકા ટેલર સ્વિફ્ટ પાસે સ્કોટિશ ફોલ્ડ બ્રીડની બિલાડી ઓલિવિયા બેન્સન છે. એવો દાવો કરવામાં આવે છે કે તે વિશ્વનું ત્રીજું સૌથી મોંઘું પ્રાણી છે. આ બિલાડીની કિંમત અંદાજે 800 કરોડ રૂપિયાથી વધુ છે.
View this post on Instagram
બીજા નંબર પર પણ એક બિલાડી જ છે. આ બિલાડી તો સોશિયલ મીડિયા ઈંફ્લુએંસર પણ છે. તેનું નામ નાલા કેટ છે, જે ઇન્સ્ટાગ્રામ પર @Nala_cat નામથી લોકપ્રિય છે. ઈન્સ્ટાગ્રામ પર આ બિલાડીના 44 લાખથી વધુ ફોલોઅર્સ છે. રિપોર્ટમાં નાલાની કિંમત 825 કરોડથી વધુ આંકવામાં આવી છે. નાલાનું નામ 'ગિનીસ બુક વર્લ્ડ રેકોર્ડ'માં પણ નોંધાયેલું છે.
મોંઘા પ્રાણીઓની યાદીમાં ટોચ પર જર્મન શેફર્ડ જાતિનો કૂતરો Gunther VI છે. તેની માલિકી ઇટાલિયન કંપની ગુંથર કોર્પોરેશનની છે. તેની કિંમત અધધ રૂપિયા 4000 કરોડથી વધુ હોવાનું કહેવાય છે.
'ન્યૂયોર્ક પોસ્ટ'ના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, આ પ્રાણીઓની યાદી ઈન્સ્ટાગ્રામ એનાલિટિક્સના આધારે બનાવવામાં આવી છે. જેમાં પ્રાણીઓ દરરોજની એક સોશિયલ મીડિયા પોસ્ટથી કેટલી કમાણી કરે છે? યાદી બનાવતી વખતે આ બાબતોને ધ્યાનમાં રાખવામાં આવી છે.
ઓલિવિયાને 2 મિલિયનથી વધુ લાઇક્સ મળી!
ટેલર સ્વિફ્ટે વર્ષ 2020માં ઓલિવિયાનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો. આ ફોટોને 2 મિલિયનથી વધુ લાઈક્સ મળી હતી. જો કે, ટેલર સ્વિફ્ટ તેની બિલાડીને કેટલો પ્રેમ કરે છે, આ વાત તેની સોશિયલ મીડિયા પોસ્ટ્સ પરથી સ્પષ્ટપણે દેખાય છે.
જાણો વિશ્વના સૌથી મોંઘા પ્રાણીઓ વિશે...
ટેલર સ્વિફ્ટની બિલાડી બાદ વિશ્વના સૌથી મોંઘા પ્રાણીઓમાં પ્રખ્યાત અમેરિકન ટીવી હોસ્ટ ઓપ્રાહ વિન્ફ્રેના કૂતરા શેડી, સની, લોરેન, લાયલા અને લ્યુકનો સમાવેશ થાય છે, જેની કિંમત લગભગ 250 કરોડ છે. પોમેરેનિયન બ્રીડનો જીફપોમ નામનો કૂતરો ચોથા નંબર પર છે, તેની કિંમત 200 કરોડ રૂપિયાથી વધુ હોવાનું અનુમાન છે. પાંચમા નંબર પર છે જર્મન ફેશન ડિઝાઈનર કાર્લ લેગરફેલ્ડની બિલાડી, તેની કિંમત 100 કરોડથી વધુ છે. પ્રખ્યાત અભિનેત્રી બેટી વ્હાઈટના કૂતરાની કિંમત 40 કરોડથી વધુ નોંધાઈ હતી. જો કે, કાર્લ લેગરફેલ્ડ અને બેટી વ્હાઇટ બંને મૃત્યુ પામ્યા છે.