શોધખોળ કરો
પાકિસ્તાનઃ કરાચી સ્ટૉક એક્સચેન્જ પર મોટો આતંકી હુમલો, 4 આતંકી ઠાર
સ્થાનિક પત્રકારોનું અબીપી ન્યૂઝને કહેવુ છે કે પોલીસે આતંકી હુમલાને નિષ્ફળ બનાવી દીધુ છે. જોકે હજુ સુધી સ્પષ્ટતા નથી થઇ શકી કે આ હુમલાને કેટલા આતંકીઓએ અંજામ આપ્યો છે
![પાકિસ્તાનઃ કરાચી સ્ટૉક એક્સચેન્જ પર મોટો આતંકી હુમલો, 4 આતંકી ઠાર terrorists attack on karachi stock exchange in pakistan પાકિસ્તાનઃ કરાચી સ્ટૉક એક્સચેન્જ પર મોટો આતંકી હુમલો, 4 આતંકી ઠાર](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/06/29173658/Karachi-St-001.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
કરાચીઃ કરાચી સ્થિત પાકિસ્તાન સ્ટૉક એક્સચેન્જ પર મોટો આતંકી હુમલો થયો છે. સ્થાનિક મીડિયા અનુસાર આ આંતકી હુમલામાં ઓછામાં ઓછા 4 આતંકી ઠાર મરાયા છે. જ્યારે ત્રણ સામાન્ય નાગરિકોના પણ મોત થયા છે. આ હુમલામાં કેટલાય સુરક્ષાકર્મી અને સામાન્ય નાગરિક સહિત 11 લોકો ઘાયલ થયા છે.
સ્થાનિક પત્રકારોનું અબીપી ન્યૂઝને કહેવુ છે કે પોલીસે આતંકી હુમલાને નિષ્ફળ બનાવી દીધુ છે. જોકે હજુ સુધી સ્પષ્ટતા નથી થઇ શકી કે આ હુમલાને કેટલા આતંકીઓએ અંજામ આપ્યો છે.
હજુ પણ બિલ્ડિંગમાં ત્રણથી ચાર આતંકીઓ છુપાયેલા છે. પાકિસ્તાની જવાનો અને આતંકીઓની વચ્ચે ફાયરિંગ ચાલુ છે, અને અત્યાર સુધી બે આંતકીઓ ઠાર મરાયાના રિપોર્ટ છે.
ઉલ્લેખનીય છે કે હાલ બન્ને તરફથી ફાયરિંગ ચાલુ છે, આતંકીઓએ પહેલા બિલ્ડિંગના મેઇને ગેટ પર ગ્રેનેડ ફેંક્યો હતો, અને બાદમાં અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધુ હતુ. આતંકી હુમલામાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા હોવાના રિપોર્ટ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)