શોધખોળ કરો

ભયાનક જંગલોને પાર કર્યા, ગન બતાવી રૂપિયા વસૂલ્યા... આ રીતે USA પહોંચ્યો હતો રોબિન હાંડા

આ એ જ યુવાનો છે જેમના પિતાએ પોતાના બાળકોના સપના પૂરા કરવા માટે પોતાની જમીન વેચી દીધી હતી

US Deportation: હરિયાણાના કુરુક્ષેત્ર જિલ્લાના યુવાનોએ ઉજ્જવળ ભવિષ્ય અને સારા જીવનનું સ્વપ્ન જોયું હતું, તેઓ અમેરિકાથી દેશનિકાલ થયા પછી તેમના ચહેરા પર નિરાશા અને તૂટેલા સપના સાથે પોતાના ઘરે પાછા ફર્યા છે. આ એ જ યુવાનો છે જેમના પિતાએ પોતાના બાળકોના સપના પૂરા કરવા માટે પોતાની જમીન વેચી દીધી હતી અને માતાઓએ પોતાના ઘરેણાંનું બલિદાન આપ્યું હતું.

ગન બતાવી કરી હતી રૂપિયાની રિકવરી

અમેરિકામાં પ્રવેશ કરવો એટલો સરળ નહોતો. તેણે વહેતી નદીઓ અને ખતરનાક જંગલો પાર કર્યા અને આ સમય દરમિયાન, કેટલીક જગ્યાએ તેને ગન બતાવીને તેની પાસેથી ખંડણી લેવામાં આવી અને કેટલીક જગ્યાએ તેને લાતો મારવામાં આવી હતી. અમેરિકામાં સ્થાયી થવાનું તેમનું સ્વપ્ન દુઃસ્વપ્નમાં ફેરવાઈ ગયું જ્યારે અમેરિકન અધિકારીઓએ તેમને હાથકડી પહેરાવી અને દેશમાંથી હાંકી કાઢ્યા હતા.

ભયાનક જંગલો પાર કર્યા

રોબિન હાંડા (27 વર્ષ) ના પિતા મનજીત સિંહ તેમના પુત્રની દર્દનાક અનુભવોને જણાવતા કહે છે કે તેમનો પુત્ર ગુયાના, બ્રાઝિલ, પેરુ, કોલંબિયા, ઇક્વાડોર અને ગ્વાટેમાલામાંથી પસાર થયો હતો. દરિયો પાર કરી, જંગલોમાંથી પસાર થઇને અનેક દિવસો સુધી ભૂખ્યા રહીને મેક્સિકો અને અમેરિકાની સરહદ સુધી પહોંચ્યો હતો.

રોબિન 12મા ધોરણ સુધી ભણ્યો હતો. ગયા વર્ષે 18 જૂલાઈના રોજ તેણે કુરુક્ષેત્ર જિલ્લાના પોતાના વતન ગામ ઇસ્માઇલાબાદ છોડી દીધું હતું અને યુએસ બોર્ડર પર પહોંચ્યો ત્યાં સુધીમાં તેણે વિવિધ લોકોને 45 લાખ રૂપિયા ચૂકવી દીધા હતા. રોબિનના પિતાએ દાવો કર્યો હતો કે તેમના પુત્રનો મોબાઇલ ફોન પણ છીનવી લેવામાં આવ્યો હતો. મનજીત સિંહે કહ્યું હતું કે, “તેને (રોબિન) મેક્સિકોમાં ઇમિગ્રેશન માફિયાઓને સોંપવામાં આવ્યો હતો અને તેઓએ પૈસા માટે તેને ત્રાસ આપ્યો હતો. અહીં તેમણે તેમને 20 લાખ રૂપિયા આપ્યા હતા.

ટ્રાવેલ એજન્ટ પર ખોટું બોલવાનો આરોપ

રોબિનના પિતાએ જણાવ્યું કે તેમનો મોટો દીકરો અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા ગયો હતો અને નાનો દીકરો અમેરિકા જવા માટે મક્કમ હતો. દીકરાઓ પૈસા કમાવવા વિદેશ જવાને કારણે આર્થિક સ્થિતિ સુધારવાનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું છે. મનજીત સિંહ હવે ટ્રાવેલ એજન્ટ પર આરોપ લગાવે છે કે તેણે તેમના પુત્રને અમેરિકામાં સ્થાયી કરાવવાના ખોટા વચનો આપીને તેમને છેતર્યા છે.

રોબિન 104 ભારતીયોના પહેલા જૂથમાં સામેલ હતો જેમને અમેરિકા દ્વારા દેશનિકાલ કરવામાં આવ્યા હતા. બુધવારે (5 ફેબ્રુઆરી, 2025) ના રોજ યુએસ આર્મીનું એક C-17 ગ્લોબમાસ્ટર વિમાન આ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને લઈને અમૃતસર એરપોર્ટ પર ઉતર્યું હતું. આ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સમાંથી હરિયાણા અને ગુજરાતના 33-33, પંજાબના 30, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશના ત્રણ-ત્રણ અને ચંડીગઢના બે હતા. કુરુક્ષેત્રના પોલીસ અધિક્ષક વરુણ સિંગલાએ જણાવ્યું હતું કે ડિપોર્ટ કરાયેલા 33 લોકો હરિયાણાના હતા, જેમાંથી 14 કુરુક્ષેત્ર જિલ્લાના હતા. જિલ્લાના ચમ્મુકાલન ગામના રહેવાસી ખુશપ્રીત સિંહ (18) એ અમેરિકા પહોંચવા માટે 40 લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા.

રોબિનનો પરિવાર દેવાના ડુંગર નીચે દટાયો

તેમના પિતા જસવંત સિંહે તેમની ખેતીની જમીન ગીરવે મૂકીને પૈસાની વ્યવસ્થા કરી હતી. તેમણે કહ્યું, “લગભગ 15 દિવસ પહેલા અમને ખુશપ્રીતનો ફોન આવ્યો કે તે યુએસ બોર્ડર પર પહોંચી ગયો છે અને ટૂંક સમયમાં તેને પાર કરશે. આ પછી અમારો તેની સાથેનો સંપર્ક તૂટી ગયો. જ્યારે તે યુએસ લશ્કરી વિમાનમાં અમૃતસર પહોંચ્યો ત્યારે પરિવારને તેના દેશનિકાલની ખબર પડી હતી. ખુશપ્રીતના સુરક્ષિત ઘરે પહોંચવાથી પરિવાર રાહત અનુભવે છે, પરંતુ પરિવાર દેવાના બોજ નીચે દબાયેલો છે અને તેનું ભવિષ્ય અંધકારમય છે.

બુધવારે રાત્રે પોતાના ગામ પરત ફરેલા અંબાલાના 28 વર્ષીય વ્યક્તિએ અમેરિકાની યાત્રા દરમિયાન જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો તેની જાણકારી આપી હતી. નામ ન આપવાની શરતે તેમણે કહ્યું કે તેમના પરિવારે તેમની અમેરિકા યાત્રા માટે 40 લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા.

તેમણે કહ્યું કે ખેતીની જમીનનો એક ભાગ વેચીને પૈસાની વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ આ સફર સરળ નહોતી. એજન્ટ તેમને ડંકી રૂટ પરથી અનેક નદીઓ અને જંગલો પાર કરીને અમેરિકન સરહદ સુધી લઈ ગયો હતો જોકે, 15 દિવસ પહેલા તે યુએસ બોર્ડર પર પકડાઈ ગયો હતો. તેમણે યુવાનોને સલાહ આપી કે તેઓ વિદેશ જવા માટે કોઈપણ ગેરકાયદેસર માર્ગ અપનાવે નહીં.

'અમે કેટલીય લાશો જોઇ, 40-45 કીમી પગપાળા ચાલ્યા ને...', અમેરિકાથી ડિપૉર્ટ કરાયેલા ભારતીયોએ બતાવ્યું કઇ રીતે પહોંચ્યા હતા US

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: ભવનાથમાં મહા શિવરાત્રીના મેળામાં રવેડી શરુ, મોટી સંખ્યામાં સંતો જોડાયા
Junagadh: ભવનાથમાં મહા શિવરાત્રીના મેળામાં રવેડી શરુ, મોટી સંખ્યામાં સંતો જોડાયા
ENG vs AFG: અફઘાનિસ્તાને કર્યો ઉલટફેર, છેલ્લી 3 ઓવરમાં મેચ પલટી; ઇંગ્લેન્ડ સેમિફાઇનલની રેસમાંથી બહાર
ENG vs AFG: અફઘાનિસ્તાને કર્યો ઉલટફેર, છેલ્લી 3 ઓવરમાં મેચ પલટી; ઇંગ્લેન્ડ સેમિફાઇનલની રેસમાંથી બહાર
Sudanese Military Aircraft Crashed: સુદાનમાં મોટી દૂર્ઘટના, સૈન્ય વિમાન ક્રેશ થતાં 19 લોકોના થયા મોત
Sudanese Military Aircraft Crashed: સુદાનમાં મોટી દૂર્ઘટના, સૈન્ય વિમાન ક્રેશ થતાં 19 લોકોના થયા મોત
Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી વચ્ચે પાકિસ્તાનમાં હોબાળો, 100થી વધુ પોલીસકર્મીઓ સસ્પેન્ડ
Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી વચ્ચે પાકિસ્તાનમાં હોબાળો, 100થી વધુ પોલીસકર્મીઓ સસ્પેન્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mahashivratri Ravedi : જૂનાગઢ ભવનાથમાં રંગેચંગે રવેડીનો થયો પ્રારંભ, સાધુ-સંતોએ અવનવાં કરતબો કર્યાંHun To Bolish : હું તો બોલીશ : આ દાદાને સલામHun To Bolish : હું તો બોલીશ : બદમાશ બાબુBanaskantha News: વડગામમાં છાપી ગામે 40 વર્ષ જૂની પાણીની ટાંકી જર્જરિત હાલતમાં, લોકોમાં ભયનો માહોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: ભવનાથમાં મહા શિવરાત્રીના મેળામાં રવેડી શરુ, મોટી સંખ્યામાં સંતો જોડાયા
Junagadh: ભવનાથમાં મહા શિવરાત્રીના મેળામાં રવેડી શરુ, મોટી સંખ્યામાં સંતો જોડાયા
ENG vs AFG: અફઘાનિસ્તાને કર્યો ઉલટફેર, છેલ્લી 3 ઓવરમાં મેચ પલટી; ઇંગ્લેન્ડ સેમિફાઇનલની રેસમાંથી બહાર
ENG vs AFG: અફઘાનિસ્તાને કર્યો ઉલટફેર, છેલ્લી 3 ઓવરમાં મેચ પલટી; ઇંગ્લેન્ડ સેમિફાઇનલની રેસમાંથી બહાર
Sudanese Military Aircraft Crashed: સુદાનમાં મોટી દૂર્ઘટના, સૈન્ય વિમાન ક્રેશ થતાં 19 લોકોના થયા મોત
Sudanese Military Aircraft Crashed: સુદાનમાં મોટી દૂર્ઘટના, સૈન્ય વિમાન ક્રેશ થતાં 19 લોકોના થયા મોત
Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી વચ્ચે પાકિસ્તાનમાં હોબાળો, 100થી વધુ પોલીસકર્મીઓ સસ્પેન્ડ
Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી વચ્ચે પાકિસ્તાનમાં હોબાળો, 100થી વધુ પોલીસકર્મીઓ સસ્પેન્ડ
Mars Mission: મંગળ પર શહેર વસાવવાનું એલોન મસ્કનું સપનુ થશે સાકાર! ગ્રહ પર પાણીને લઈને સામે આવ્યા મોટા સમાચાર
Mars Mission: મંગળ પર શહેર વસાવવાનું એલોન મસ્કનું સપનુ થશે સાકાર! ગ્રહ પર પાણીને લઈને સામે આવ્યા મોટા સમાચાર
Jio, Airtel અને Vi માં કોનો ફ્રી JioHotstar પ્લાન છે બેસ્ટ, અહીં જાણો તમામ બેનિફિટ્સ
Jio, Airtel અને Vi માં કોનો ફ્રી JioHotstar પ્લાન છે બેસ્ટ, અહીં જાણો તમામ બેનિફિટ્સ
નગરદેવી 'ભદ્રકાળી' નગરયાત્રાએ, 614 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર નગરચર્યાએ નીકળ્યા માતાજી, 6 લાખ ભક્તોનો જમાવડો
નગરદેવી 'ભદ્રકાળી' નગરયાત્રાએ, 614 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર નગરચર્યાએ નીકળ્યા માતાજી, 6 લાખ ભક્તોનો જમાવડો
FBI, RAW કે Mossad, જાણો કઈ એજન્સીના ચીફ હોય છે સૌથી શક્તિશાળી
FBI, RAW કે Mossad, જાણો કઈ એજન્સીના ચીફ હોય છે સૌથી શક્તિશાળી
Embed widget