વર્લ્ડ વાઇડ કોસ્ટ લિવિંગ સર્વે 2021: ગુજરાતના ક્યાં શહેરને વિશ્વના સસ્તા શહેરની યાદીમાં મળ્યું સાતમું સ્થાન, ,જાણો વિશ્વનું સૌથી મોંઘું સિટી ક્યું છે?
વર્લ્ડ વાઇટ કોસ્ટ લિવિંગ સર્વે 2021માં અમદાવાદ વિશ્વમાં સાતમુ સૌથી સસ્તુ શહેરમાં સ્થાન પામ્યું છે. રિપોર્ટમાં વિશ્વના 173 શહેરમાં સૌથી સસ્તા શહેરમાં અમદાવાદનું સાતમુ સ્થાન છે.
Worldwide Cost of Living 2021: વર્લ્ડ વાઇડ કોસ્ટ લિવિંગ સર્વે 2021માં અમદાવાદ વિશ્વમાં સાતમુ સૌથી સસ્તુ શહેરમાં સ્થાન પામ્યું છે. રિપોર્ટમાં વિશ્વના 173 શહેરમાં સૌથી સસ્તા શહેરમાં અમદાવાદનું સાતમુ સ્થાન છે.
વિશ્વનું સાતમુ સૌથી સસ્તુ શહેર અમદાવાદ જાહેર થયું છે, વિશ્વનું સૌથી સસ્તુ શહેર સિરિયાનું દમાસ્ક્સ છે. તો ...ઈઝરાયલનું તેલ અવીવ શહેર છે વિશ્વનું સૌથી મોંઘુ શહેર છે. .....વિશ્વના 173 દેશોમાં જીવનધોરણ ખર્ચના આધારે શહેરનું રેંકિંગ કરાયું જાહેર છે. ... ઈકોનોમિસ્ટ ઈંટેલિંજસ યુનિટે વર્લ્ડવાઈડ કોસ્ટ ઓફ લિવિંગ સર્વે કર્યો જાહેર કર્યો છે.આ સર્વેમાં ગુજરાતના અમદાવાદને વિશ્વનમાં સૌથી શહેરની યાદીમાં સાતમું સ્થાન મળ્યું છે.
ભારતમાં ઓમિક્રોનની એન્ટ્રી થતાં અમદાવાદમાં તંત્ર એલર્ટ
ભારતમાં ઓમીક્રોનના કેસ નોંધાતા AMC સતર્ક બન્યું છે. શહેરમાં અલગ અલગ 30 ડોમ નવા શરૂ કરવામાં આવ્યા છે. એક જ ડોમમાં વેકસીન અને કોરોનાના ટેસ્ટિંગની કામગીરી એક સાથે શરૂ કરવામાં આવી છે. શહેરમાં 5.5 લાખ નાગરિકોને વેકસીનનો બીજો ડોઝ બાકી છે.
વેકસીનનો ડોઝ લેતા નાગરિકોના પહેલા કોરોના ટેસ્ટ બાદ વેકસીન અપાઈ રહી છે. એક ઝોનમાં ચાર એમ સાત ઝોનમાં કુલ 30 ડોમ ઉભા કરવામાં આવ્યા છે. દેશમાં જીવલેણ કોરોનાવાયરસનો પ્રકોપ ચાલુ છે. જો કે, હવે કેસોમાં ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 9 હજાર 216 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, 391 લોકો મૃત્યુ પામ્યા હતા. મોટી વાત એ છે કે ઓમિક્રોને દેશમાં દસ્તક આપી છે. કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં બે લોકો ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત જોવા મળ્યા છે. જાણો આજે દેશમાં કોરોનાની તાજેતરની સ્થિતિ શું છે.
અત્યાર સુધીમાં 4 લાખ 70 હજાર 115 લોકોના મોત થયા
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં હવે એક્ટિવ કેસોની સંખ્યા 99 હજાર 976 છે. તે જ સમયે, આ રોગચાળાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 4 લાખ 70 હજાર 115 થઈ ગઈ છે. માહિતી અનુસાર, અત્યાર સુધીમાં 3 કરોડ 40 લાખ 45 હજાર 666 લોકો ચેપ મુક્ત થઈ ચૂક્યા છે.