શોધખોળ કરો

Viral Video: રસ્તાં પર નાચી રહી હતી છોકરીઓ, અચાનક ધરતી ફાટી ને એમાં સમાઇ ગઇ.................

આ વીડિયોમાં સાત છોકરીઓ ડાન્સ કરી રહી છે, અને અચાનક ધરતી ફાટી જાય છે, આ સાતેય છોકરીએ ધરતીમાં સમાઇ જવાની ઘટના આ વીડિયોમાં કેદ થઇ ગઇ છે.

Trending Dance Video: સોશ્યલ મીડિયા પર પોતાના હજારો વીડિયો ડાન્સને જોયા હશે, પરંતુ આજે જે વીડિયો અમે તમારા માટે એક એવો વીડિયો લઇને આવ્યા છીએ, તેને જોઇને તમે પણ ચોંકી જશો, હ્રદય ધ્રૂજાવી દેનારો આ વીડિયો હાલમાં ખુબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં સાત છોકરીઓ ડાન્સ કરી રહી છે, અને અચાનક ધરતી ફાટી જાય છે, આ સાતેય છોકરીએ ધરતીમાં સમાઇ જવાની ઘટના આ વીડિયોમાં કેદ થઇ ગઇ છે.

યુટ્યૂબ પર વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં તમે 7 છોકરીઓને ખુશી ખુશી રસ્તાં પર ઉછળી ઉછળીને ડાન્સ કરતી જોઇ શકો છો. તેમનો ડાન્સ કરવાનો ફોર્સ જમીન પર એવો પડે છે કે, ત્યાંથી જમીન જ ફાટી જાય છે, અને તમામ જોતજોતામાં ધરતીમાં ગરકાવ થઇ જાય છે, આ ભયાનક દૂર્ઘટનાથી ખલબલી મચી જાયછે, બૂમાબૂમ થઇ જાય છે, અને તેમને બચાવવા માટે જરૂરી તમામ કવાયત શરૂ થઇ જાય છે, તમે આ વીડિયો જોશો તો તમે પણ ચોંકી જશો. 

વીડિયો વાયરલ 

પાર્ટી દરમિયાન થઇ આ દૂર્ઘટના - 
તમે જોયુ કે આ તમામ ડાન્સ કરતાં કરતાં દૂર્ઘટનાનો શિકાર બની જાય છે. જોકે, આ તમામ ભાગ્યશાળી રહી છે અને કોઇને કોઇ નુકસાન નથી થયુ. આ મહિલાઓ ખરેખરમાં, ઘરની પાછળ જન્મદિવસની પાર્ટી મનાવી રહી હતી ત્યારે જ આ દૂર્ઘટના ઘટી છે. 

ખરેખરમાં આ વીડિયો બ્રાઝિલનો છે, બ્રાઝિલના ઉત્તરપૂર્વીય શહેર અલાગોઇનહાસમાં આ મહિલાઓ ઘરના પાછળના ભાગમાં બર્થ ડે પાર્ટીનુ સેલિબ્રેશન કરી રહી હતી, ખાડમાં પડ્યા બાદ તેમને માત્ર મામૂલી ઇજા પહોંચી અને કોઇ મોટી દૂર્ઘટના ન હતી ઘટી.  

Chris Gayle Dance Video: ગરબાના રંગમાં રંગાયો 'યુનિવર્સ બોસ' ક્રિસ ગેલ, ડાન્સ વીડિયો થયો વાયરલ

ક્રિસ ગેલે ગરબા રમ્યા

યુનિવર્સ બોસ અને વિશ્વના સૌથી વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલે રાજસ્થાનમાં નવરાત્રીની ઉજવણી કરી હતી. આ દરમિયાન તે ગરબા કરતો જોવા મળ્યો હતો. ક્રિસ ગેલના ગરબાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ગરબા રમતા ક્રિસ ગેલનો આ વિડિયો તેની લિજેન્ડ્સ ક્રિકેટ લીગ, ગુજરાત જાયન્ટ્સની ફ્રેન્ચાઇઝીએ તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કર્યો છે. ક્રિકેટ ચાહકોને ક્રિસ ગેલનો આ ગરબા ડાન્સ લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે અને લોકો ગેલના આ વીડિયોને ખૂબ શેર પણ કરી રહ્યા છે.

ગુજરાત જાયન્ટ્સે નવરાત્રીની ઉજવણી કરી

ભારતના દિગ્ગજ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગ અને વેસ્ટ ઈન્ડિઝના પ્રભાવશાળી બેટ્સમેન ક્રિસ ગેલે જોધપુરમાં નવરાત્રીની ઉજવણી કરી, જ્યાં તેમની ટીમ આજે સોમવારે બરકતુલ્લા ખાન સ્ટેડિયમ ખાતે અદાણી સ્પોર્ટ્સલાઈનની માલિકીની ગુજરાત જાયન્ટ્સ લિજેન્ડ્સ લીગ ક્રિકેટ મેચનું અંતિમ ચરણ રમશે. તમને જણાવી દઈએ કે સેહવાગ, પાર્થિવ પટેલ, કેવિન ઓ'બ્રાયન, ગ્રીમ સ્વાન, રિચર્ડ લેવી અને ગુજરાત જાયન્ટ્સના અજંતા મેન્ડિસ પણ તેની ટીમનો ભાગ છે. આ તમામ ખેલાડીઓ નવરાત્રીના અવસર પર ટીમ સાથે આ તહેવારની ઉજવણી કરતા જોવા મળ્યા હતા. આ ખેલાડીઓની તસવીરો સામે આવી હતી.

ગેઈલે તોફાની ઈનિંગ્સ રમી હતી

હાલમાં જ ભીલવાડા કિંગ્સ સામે રમાયેલી મેચમાં ક્રિસ ગેલ તોફાની ઇનિંગ રમતા જોવા મળ્યો હતો. તેણે 170ના સ્ટ્રાઈક રેટથી 40 બોલમાં 68 રનની ઈનિંગ રમી હતી. તેની ઇનિંગમાં 9 ચોગ્ગા અને ત્રણ લાંબી સિક્સરનો સમાવેશ થાય છે. જો કે ગુજરાત જાયન્ટ્સ મેચ હારી ગઈ હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Embed widget