શોધખોળ કરો

અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ માટે કેટલા પ્રકારના પાસ આપવામાં આવ્યા ? જાણો વિગત

મોટેરા ખાતે નમસ્તે ટ્રપ કાર્યક્રમ માટે બે અલગ અલગ પાસ આપવામાં આવ્યા છે. જે મુજબ 23 તારીખ સુધી તમામ તૈયારી માટે અલગ અલગ ડિપાર્ટમેન્ટના લોકોને અલગ અલગ પાસ આપવામાં આવ્યા છે. જ્યારે 24 તારીખ માટે અલગ પાસ આપવામાં આવ્યા છે.

અમદાવાદઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રથમ વખત ભારત પ્રવાસે આવી રહ્યા છે. ટ્રમ્પ પત્ની મેલાનિયા સાથે 24 ફેબ્રુઆરીએ ભારત આવશે. તેઓ પ્રધાનમંત્રી મોદીના ગૃહરાજ્ય ગુજરાતના અમદાવાદથી પ્રવાસની શરૂઆત કરશે. ટ્રમ્પ અમદાવાદના નવનિર્મિત મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરવા સહિત ત્યાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને સંબોધન કરશે. દરેક પાસ પર ખાસ બારકોડ આ માટે મોટેરા સ્ટેડિયમમાં તડામાર તૈયારી કરવામાં આવી રહી છે.  મોટેરા ખાતે નમસ્તે ટ્રપ કાર્યક્રમ માટે બે અલગ અલગ પાસ આપવામાં આવ્યા છે. જે મુજબ 23 તારીખ સુધી તમામ તૈયારી માટે અલગ અલગ ડિપાર્ટમેન્ટના લોકોને અલગ અલગ પાસ આપવામાં આવ્યા છે. જ્યારે 24 તારીખ માટે અલગ પાસ આપવામાં આવ્યા છે. સ્ટેડિયમની અંદર નેટરવર્કિંગ માટે 100 થી વધારે લોકોની ટીમ તહેનાત રહેશે. દરેક પાસ પર ખાસ બારકોડ રાખવામાં આવ્યો છે. જેના આધારે જે વ્યક્તિનો પાસ હશે તેની તમામ માહિતી મળી રહેશે. અમેરિકન સિક્રેટ સર્વિસના ત્રણ પ્લેનનું અમદાવાદમાં આગમન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસ પહેલા જમીનથી આકાશ સુધીની સુરક્ષા કડક કરી દેવાઇ છે. તમામ સુરક્ષા એજન્સીઓ હાલ કામે લાગી ચૂકી છે. સુરક્ષા વ્યવસ્થાને ફૂલપ્રૂફ કરવા માટે અમેરિકન સિક્રેટ સર્વિસના ત્રણ સ્પેશ્યલ વિમાન અમદાવાદ પહોંચી ગયા છે. સુરક્ષા સંબંધિત ઉપકરણોની સાથે સિક્રેટ સર્વિસના એજન્ટ અમદાવાદની હયાત હૉટલમાં રોકાયા છે. અમદાવાદ પહોંચ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ એરપોર્ટથી સાબરમતી આશ્રમ જશે અને પછી દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનુ ઉદઘાટન કરશે. રૉડ શૉના માર્ગ પર CCTVથી નજર અમદાવાદમાં પીએમ મોદી અને ટ્રમ્પ લગભગ 22 કિલોમીટરનો લાંબો રૉડ શૉ કરશે, ટ્રમ્પની સુરક્ષાને લઇને મોટેરા સ્ટેડિયમના દરેક ખુણામાં CCTVથી નજર રાખવામાં આવશે. રૉડ શૉ દરમિયાન એનએસજી કમાન્ડો અને અમેરિકન સ્નાઇપર ઇમારતો પર તૈનાત થઇ જશે. ટ્રમ્પની કાર છે વિશેષ અમદાવાદ એરપોર્ટ પર આવેલા અમેરિકન એરફોર્સના ‘ગ્લોબ માસ્ટર્સ’ એરક્રાફ્ટમાં વિશિષ્ટ પ્રકારની અમેરિકન કાર પણ લાવવામાં આવી છે. અમેરિકન પ્રેસિડેન્ટની કારની વિશિષ્ટતા અભેદ કિલ્લાથી ઓછી નથી. મોદી સરકારનો વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય, પ્રધાનમંત્રી પાક વીમા યોજનાને બનાવી સ્વૈચ્છિક 1 એપ્રિલથી ભારતમાં વેચાશે પ્યોર પેટ્રોલ-ડીઝલ, જાણો શું છે તેની ખાસિયત હાર્દિક પટેલ સામે જાહેર થયું બિન જામીનપાત્ર વોરંટ, જાણો કયો છે કેસ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
General Knowledge: અંતરિક્ષમાં માણસ રડી પણ શકતો નથી, આંખોમાંથી બહાર કેમ નથી આવતા આંસુ?
General Knowledge: અંતરિક્ષમાં માણસ રડી પણ શકતો નથી, આંખોમાંથી બહાર કેમ નથી આવતા આંસુ?
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Embed widget