શોધખોળ કરો

Nepal: નેપાળમાં લેન્ડિંગ દરમિયાન મોટી દુર્ઘટના, પ્લેનના ટાયરમાં લાગી આગ, ફ્લાઈટમાં 278 મુસાફરો હતા સવાર

નેપાળના ત્રિભુવન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન એક મોટી દુર્ઘટના ટળી હતી. તુર્કીયે એરલાઇન્સના વિમાનના ટાયરમાં આગ લાગી હતી.  

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • તુર્કીશ એરલાઇન્સ વિમાનના ટાયરમાં આગ લાગતાં અકસ્માત ટળ્યો.
  • 278 મુસાફરો અને 11 ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બહાર કઢાયા.
  • રનવે પર વિમાન અટકતાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ થોડો સમય ખોરવાઈ.

નેપાળના ત્રિભુવન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન એક મોટી દુર્ઘટના ટળી હતી. તુર્કીયે એરલાઇન્સના વિમાનના ટાયરમાં આગ લાગી હતી.  પોલીસે જણાવ્યું કે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. વિમાનમાં કુલ 278 મુસાફરો અને 11 ક્રૂ સભ્યો હતા.

ANIના એક અહેવાલમાં પોલીસને ટાંકીને કહેવામાં આવ્યું છે કે આગને તાત્કાલિક કાબૂમાં લેવામાં આવી હતી અને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટના સોમવારે (11 મે, 2026) સવારે લગભગ 6:45 વાગ્યે બની હતી.

એરપોર્ટ સુરક્ષા અધિકારીએ શું કહ્યું?

એરપોર્ટ સુરક્ષા અધિક્ષક રાજકુમાર સિલવાલે ANIને ફોન પર જણાવ્યું હતું કે, "તુર્કીયે એરલાઇન્સની ફ્લાઇટ TK 726 ઇસ્તંબુલથી કાઠમંડુ જઈ રહી હતી અને લેન્ડિંગ દરમિયાન તેના ટાયરમાં આગ લાગી ગઈ. ફાયર ફાઈટર્સની મદદથી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. બધા મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે." અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિમાનમાં 278 મુસાફરો અને 11 ક્રૂ સભ્યો હતા. મુસાફરોમાં સંયુક્ત રાષ્ટ્રના કેટલાક અધિકારીઓ પણ હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ ઈજા થઈ નથી.

આ પણ વાંચોઃ ડોનાલ્ડ ટ્રમ્પની વધુ એક ધમકી, ‘જો કોઈ ઈરાનના યુરેનિયમ ભંડાર પાસે ફરક્યું તો....’

અહેવાલો અનુસાર, અકસ્માતને કારણે વિમાન રનવે પર અટકી ગયું હતું, જેના કારણે થોડા સમય માટે કામગીરીમાં વિક્ષેપ પડ્યો હતો. જોકે, પછીથી પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ. બચાવ કામગીરી દરમિયાન કેટલાક મુસાફરોને નાની-મોટી ઈજાઓ થઈ હતી. માહિતી અધિકારી જ્ઞાનેન્દ્ર ભુલે પુષ્ટી કરી હતી કે બધા મુસાફરો સુરક્ષિત છે.

અકસ્માત બાદ તુર્કીયે એરલાઇન્સનું વિમાન રનવે પર અટકી ગયું હતું, જેના કારણે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સની સેવા પ્રભાવિત થઈ હતી. મોટા વિમાનો માટે રનવે ઉપલબ્ધ ન હોવાથી ઘણી ફ્લાઇટ્સ હવામાં જ ચક્કર લગાવતી રહી હતી. દિલ્હીથી આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 215 અને શારજાહથી આવતી G9 536 ને તાત્કાલિક લેન્ડિંગ પરવાનગી આપવામાં આવી ન હતી. તેવી જ રીતે ભૂટાન, દુબઈ, કુઆલાલંપુર અને ગુઆંગઝુથી આવતા વિમાનોને પણ કાઠમંડુના આકાશમાં ચક્કર લગાવવા પડ્યા હતા.

Frequently Asked Questions

તુર્કીયે એરલાઇન્સના વિમાનના ટાયરમાં આગ લાગવાનું કારણ શું હતું?

તુર્કીયે એરલાઇન્સની ફ્લાઇટ TK 726 ઇસ્તંબુલથી કાઠમંડુ જઈ રહી હતી અને લેન્ડિંગ દરમિયાન તેના ટાયરમાં આગ લાગી ગઈ. આગ પર તાત્કાલિક કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.

વિમાનમાં કેટલા મુસાફરો અને ક્રૂ સભ્યો હતા?

વિમાનમાં કુલ 278 મુસાફરો અને 11 ક્રૂ સભ્યો હતા. મુસાફરોમાં સંયુક્ત રાષ્ટ્રના કેટલાક અધિકારીઓ પણ સામેલ હતા.

શું આ દુર્ઘટનામાં કોઈને ઈજા થઈ હતી?

સદનસીબે, આ ઘટનામાં કોઈ ગંભીર ઈજા થઈ ન હતી. બચાવ કામગીરી દરમિયાન કેટલાક મુસાફરોને નાની-મોટી ઈજાઓ થઈ હતી.

આ અકસ્માતને કારણે એરપોર્ટની કામગીરી પર શું અસર પડી?

અકસ્માત બાદ વિમાન રનવે પર અટકી ગયું હતું, જેના કારણે થોડા સમય માટે કામગીરીમાં વિક્ષેપ પડ્યો હતો. ઘણી ફ્લાઇટ્સને હવામાં જ ચક્કર લગાવવા પડ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
પાકિસ્તાન, તુર્કી અને સાઉદીની ડિફેન્સ ડીલથી ભારત એલર્ટ: જાણો સરકારે શું આપી પ્રતિક્રિયા
પાકિસ્તાન, તુર્કી અને સાઉદીની ડિફેન્સ ડીલથી ભારત એલર્ટ: જાણો સરકારે શું આપી પ્રતિક્રિયા
Bashar al-Assad: સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદને મોતની સજા, વૉર ક્રાઈમનો આરોપ
Bashar al-Assad: સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદને મોતની સજા, વૉર ક્રાઈમનો આરોપ
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
Embed widget