શોધખોળ કરો

યુગાન્ડામાં ભયાનક માર્ગ અકસ્માત: કમ્પાલા-ગુલુ હાઇવે પર બસ અને લારી વચ્ચેની ટક્કરમાં 63 લોકોના કરુણ મોત, જુઓ Video

યુગાન્ડામાં બુધવારની સવાર એક ભયાનક માર્ગ અકસ્માતના સમાચાર લઈને આવી. આ દુઃખદ માર્ગ અકસ્માત યુગાન્ડાની રાજધાની કમ્પાલાથી ઉત્તરમાં આવેલા ગુલુ શહેરને જોડતા કમ્પાલા-ગુલુ હાઇવે પર થયો હતો.

Road Accident in Uganda: બુધવારે, 22 ઓક્ટોબર, 2025 ના રોજ યુગાન્ડાના કમ્પાલા-ગુલુ હાઇવે પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો, જેમાં ઓછામાં ઓછા 63 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત થયા હતા. યુગાન્ડાની રાજધાની કમ્પાલાને ગુલુ શહેર સાથે જોડતા આ હાઇવે પર, એક બસ ડ્રાઇવરે વાહનને ઓવરટેક કરવાનો પ્રયાસ કરતાં તે વિરુદ્ધ દિશામાંથી આવતી લારી સાથે સામસામે અથડાઈ હતી. આ પ્રારંભિક ટક્કર બાદ પાછળથી આવતા અન્ય વાહનો પણ અથડાયા હતા, જેના કારણે હાઇવે પર અરાજકતા સર્જાઈ હતી અને જાનમાલનું ભારે નુકસાન થયું હતું. પોલીસ અને કટોકટીની ટીમોએ બચાવ કામગીરી શરૂ કરી છે અને ઘાયલોને કિરિયાન્ડોંગેની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

ઓવરટેક કરવાની ભૂલ અને ભયાનક સામસામે ટક્કર

યુગાન્ડામાં બુધવારની સવાર એક ભયાનક માર્ગ અકસ્માતના સમાચાર લઈને આવી. આ દુઃખદ માર્ગ અકસ્માત યુગાન્ડાની રાજધાની કમ્પાલાથી ઉત્તરમાં આવેલા ગુલુ શહેરને જોડતા કમ્પાલા-ગુલુ હાઇવે પર થયો હતો. આ ભયાનક અકસ્માતમાં બે બસ સહિત કુલ ચાર વાહનો સામેલ હતા.

યુગાન્ડા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે કે અકસ્માતનું મુખ્ય કારણ બસ ડ્રાઇવરની ભૂલ હતી. કમ્પાલા-ગુલુ હાઇવે પર એક બસ ડ્રાઇવરે અન્ય એક વાહનને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના પરિણામે બસ વિરુદ્ધ દિશામાંથી આવી રહેલી એક લારી સાથે સામસામે અથડાઈ ગઈ હતી. અચાનક થયેલી આ જોરદાર ટક્કર બાદ, પાછળથી આવતા અનેક વાહનો પણ એકબીજા સાથે અથડાયા, જેના કારણે હાઇવે પર અંધાધૂંધી અને ગંભીર અકસ્માતની સ્થિતિ સર્જાઈ હતી.

મોતનો આંક 63 પર પહોંચ્યો: બચાવ અને રાહત કામગીરી શરૂ

સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, આ માર્ગ અકસ્માતમાં જાનમાલનું ભારે નુકસાન થયું છે. ઘટનાસ્થળે જ ઓછામાં ઓછા 63 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટનાએ યુગાન્ડાના ઘણા ભાગોમાં શોકનો માહોલ છવાઈ દીધો છે.

કમ્પાલા પોલીસના પ્રવક્તાએ માહિતી આપી કે અકસ્માતની જાણ થતાં જ બચાવ અને રાહત ટીમોને તાત્કાલિક સ્થળ પર મોકલી દેવામાં આવી હતી. કટોકટી કાર્યકરો ઘાયલોને બચાવવા અને ફસાયેલા પીડિતોને બહાર કાઢવા માટે સક્રિયપણે કામ કરી રહ્યા છે. મૃતકોની ઓળખ કરવાની પ્રક્રિયા હાલમાં ચાલુ છે. જ્યારે ગંભીર રીતે ઘાયલ લોકોને પશ્ચિમ યુગાન્ડાના શહેર કિરિયાન્ડોંગેની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ ભયાનક અને દુઃખદ અકસ્માત બાદ કમ્પાલા-ગુલુ હાઇવેને હાલમાં અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યો છે, જેથી રાહત અને તપાસની કામગીરી સરળતાથી ચાલી શકે.

 

ટોપ સ્ટોરી

ટ્રમ્પનું USS જ્યૉર્જ વૉશિંગ્ટન, દુશ્મન માટે ખતરો ? ABP ન્યૂઝનો એક્સક્લુઝિવ રિપોર્ટ
ટ્રમ્પનું USS જ્યૉર્જ વૉશિંગ્ટન, દુશ્મન માટે ખતરો ? ABP ન્યૂઝનો એક્સક્લુઝિવ રિપોર્ટ
Peru Earthquake: પેરુમાં ભૂકંપના જોરદાર આંચકા, 6.8ની તીવ્રતાનો ભૂકંપ, જાણો શું છે સ્થિતિ
Peru Earthquake: પેરુમાં ભૂકંપના જોરદાર આંચકા, 6.8ની તીવ્રતાનો ભૂકંપ, જાણો શું છે સ્થિતિ
Pakistan Honour Killings: જીન્સ પહેરવા બદલ ઓનર કિલિંગ ? ખતરામાં છે આ મુસ્લિમ દેશની છોકરીઓ
Pakistan Honour Killings: જીન્સ પહેરવા બદલ ઓનર કિલિંગ ? ખતરામાં છે આ મુસ્લિમ દેશની છોકરીઓ
Russia-US-China Meeting: રશિયા-અમેરિકા અને ચીન મળીને શું દુનિયા પર કબજો જમાવી શકે છે, ત્રણેય પાસે કેટલી છે તાકાત ?
Russia-US-China Meeting: રશિયા-અમેરિકા અને ચીન મળીને શું દુનિયા પર કબજો જમાવી શકે છે, ત્રણેય પાસે કેટલી છે તાકાત ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પોલીસે શરૂ કર્યા ભડાકા
Paresh Dhanani Statement : પરેશ ધાનાણીનો મોટો નિર્ણય! 2027ની ચૂંટણી નહીં લડવાનો કર્યો સંકલ્પ
Prashant Korat: કોળી સમાજની CM પદની માગ પર ભાજપની પ્રથમ પ્રતિક્રિયા, પ્રશાંત કોરાટે શું કહ્યું?
Paresh Dhanani: કોંગ્રેસમાં પાટીદારોના સ્થાનને લઈ પૂર્વ નેતા વિપક્ષ ધાનાણીનો ઘટસ્ફોટ
Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી
Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી
Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન
Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન
Surat: સુરતમાં 6 કિમી ખાડી પહોળી કરવાનું અભિયાન શરૂ, 2.45 લાખ ઘનમીટર માટી બહાર કઢાઈ
Surat: સુરતમાં 6 કિમી ખાડી પહોળી કરવાનું અભિયાન શરૂ, 2.45 લાખ ઘનમીટર માટી બહાર કઢાઈ
Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા
Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા
નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન
નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન
એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ
એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ
Embed widget