Ukraine : યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીનું મોટું નિવેદન, રશિયાના સૈનિકોને આતંકવાદીઓ સાથે સરખાવ્યાં
Russia Ukraine War : ઝેલેન્સકીએ કહ્યું કે રશિયન સૈનિકોએ બધા પરિવારો, પુખ્ત વયના લોકો અને બાળકોની હત્યા કરી અને મૃતદેહોને બાળી નાખવાનો પ્રયાસ કર્યો.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ સમક્ષ રશિયન યુદ્ધ અપરાધોની કરુણ જુબાની આપી છે અને સંસ્થાને સંઘર્ષને રોકવા માટે પગલાં લેવા વિનંતી કરી છે, સમાચાર એજન્સી એએફપીના અહેવાલમાં જણાવાયું છે. ઝેલેન્સકીએ રશિયાના સૈનિકોની સરખામણી આતંકવાદીઓ સાથે કરી છે.
તેમણે વધુમાં માંગ કરી હતી કે, મોસ્કોના તેમના દેશમાં આક્રમણ દરમિયાન કરવામાં આવેલા રશિયન ગુનાઓ માટે યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં જવાબદારી નક્કી કરવામાં આવે.
ઝેલેન્સકીએ યુક્રેનના બુચામાં કથિત અત્યાચારોનું વર્ણન કરતા મોસ્કોના રાજદૂત સહિત કાઉન્સિલને જણાવ્યું હતું કે રશિયાના સૈનિકોએ માત્ર પોતાના આનંદ માટે યુક્રેનના લોકોને તેમના એપાર્ટમેન્ટ્સ, ઘરોમાં મારી નાખ્યાં હતા નાગરિકોને રસ્તાની વચ્ચે તેમની કારમાં બેસીને ટેન્ક દ્વારા કચડી નાખવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે આ માટે જવાબદારી નક્કી કરવી જરૂરી છે. ઝેલેન્સકીએ ઉમેર્યું હતું કે સેંકડો હજારો યુક્રેનિયનોને પણ રશિયામાં દેશનિકાલ કરવામાં આવ્યા હતા.
કાઉન્સિલમાં બોલતા ઝેલેન્સકીએ કહ્યું, "યુક્રેનના નાગરિકોએ જ્યારે બચી ગયેલી વ્યક્તિને બોલાવવાનો પ્રયાસ કર્યો ત્યારે રશિયન સૈનિકોએ મહિલાઓને તેમના ઘરની બહાર ગોળી મારીને મારી નાખી. રશિયન સૈનિકોએ બધા પરિવારો, પુખ્ત વયના લોકો અને બાળકોની હત્યા કરી અને મૃતદેહોને બાળી નાખવાનો પ્રયાસ કર્યો.”
તેમણે ઉમેર્યું હતું, "હું તમને યૂક્રેનાના નાગરિકો અને જેમને માથાના પાછળના ભાગમાં ગોળી મારીને મારી નાખ્યા છે એ તમામ મૃતકો વતી દરરોજ સંબોધિત કરું છું.”