Russia: રશિયાએ ભૂલથી પોતાના વિસ્તારમાં ફેંક્યો બોમ્બ, અનેક ઇમારતો નષ્ટ
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયાને એક વર્ષથી વધુ સમય વીતી ગયો છે
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયાને એક વર્ષથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ હજુ સુધી શાંતિ સ્થપાઈ નથી. રશિયાએ યુક્રેનના અનેક શહેરોને નષ્ટ કર્યા છે. હવે એ વાત સામે આવી છે કે રશિયાએ ભૂલથી પોતાના જ વિસ્તારમાં બોમ્બ ફેંકી દીધો છે. રશિયન રક્ષા મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે રશિયન ફાઇટર પ્લેને યુક્રેન નજીક તેના જ બેલગોરોડ શહેરમાં ભૂલથી બોમ્બ ફેંક્યો હતો. જેના કારણે જોરદાર ધડાકો થયો હતો. ઘણી ઇમારતોને ભારે નુકસાન થયું છે. જ્યારે કેટલાક લોકો ઘાયલ પણ થયા છે.
#BREAKING Russia reports explosion in Belgorod near Ukraine border pic.twitter.com/w9ajro3L4n
— AFP News Agency (@AFP) April 20, 2023
રશિયન સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ગુરુવારે મોડી રાત્રે બેલગોરોડમાં વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. જ્યારે તપાસ કરવામાં આવી તો સામે આવ્યું કે આ બ્લાસ્ટ બીજા કોઈએ નહીં, પરંતુ તેના વિસ્તારમાં રશિયન એરક્રાફ્ટ દ્વારા કરવામાં આવ્યો હતો. બેલગોરોડ શહેર યુક્રેનની સરહદ પાસે આવેલું છે. વાસ્તવમાં આ રશિયન ફાઇટર પ્લેને ભૂલથી તેના જ વિસ્તારમાં બોમ્બ ફેંકી દીધો હતો.
UPDATE: Russia says Thursday's blast in Belgorod, which left a crater in the city near the Ukraine border, was due to a fighter aircraft's loss of ammunition.
— AFP News Agency (@AFP) April 20, 2023
"An abnormal descent of aviation ammunition has occurred," the defence ministry said according to Russian news agencies
એજન્સી અનુસાર, રશિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે રશિયન એરફોર્સનું ફાઈટર પ્લેન સુખોઈ SU-34 બેલગોરોડ શહેરની ઉપરથી ઉડી રહ્યું હતું, ત્યારે ભૂલથી પ્લેનમાં બોમ્બ ફેંકી દીધો હતો. બેલગોરોડના પ્રાદેશિક ગવર્નરે જણાવ્યું હતું કે વિસ્ફોટ એટલો ગંભીર હતો કે રસ્તા પર 20-મીટર (65 ફૂટ) ઊંડો ખાડો પડી ગયો હતો. તેમણે જણાવ્યું કે આ દુર્ઘટનામાં ચાર કાર અને અનેક ઈમારતો સંપૂર્ણપણે નાશ પામી છે. કેટલીક મહિલાઓને ઈજા થઈ હોવાના પણ અહેવાલ છે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે આ નાની ભૂલ નથી. પોતાના વિસ્તારમાં બોમ્બ કેવી રીતે ફેંકી શકાય? આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.
આ હુમલાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. રોડ પર કોંક્રીટનો ઢગલો હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. ઘણી ગાડીઓને નુકસાન થયું છે. ઘરની બારીઓના કાચ તૂટી ગયા હતા.