US Shooting: અમેરિકામાં અંધાધૂંધ ફાયરિંગ, અજાણ્યા હુમલાખોરોએ સુપરમાર્કેટની બહાર કરેલા ફાયરિંગમાં ચારના મોત
દુનિયાના સૌથી આધુનિક દેશમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. અમેરિકામાં ગોળીબારની ઘટનાઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી.
US Shooting: દુનિયાના સૌથી આધુનિક દેશમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. અમેરિકામાં ગોળીબારની ઘટનાઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. આજે સવારે આવી જ એક ઘટનાએ આખા અમેરિકાના હચમચાવી દીધું છે, તાજેતરનો મામલો અમેરિકાના વૉશિંગટનનો છે, જ્યાં સિએટલમાં એક સુપરમાર્કેટની બહાર અજાણ્યા હુમલાખોરોએ અંધાધૂંધ ફાયરિંગ કર્યુ હતુ, જેમાં જેમાં ચાર લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ છવાઇ ગયો હતો.
Breaking News LIVE: 3 Dead In 3rd Shooting Incident In US This Month, Gunman Killed By Police#NewMexico #USShooting
— ABP LIVE (@abplive) May 16, 2023
Updates: https://t.co/6jThtzKyYq pic.twitter.com/hCjGRx516M
અમેરિકામાં ગોળીબારની વધતી જતી ઘટનાઓ ચિંતાજનક છે. આવા કિસ્સા દર બીજા દિવસે જોવા મળે છે. જોકે સવાલ એ થાય છે કે અમેરિકામાં આવી ઘટનાઓ કેમ વધી છે. ખરેખરમાં, આની પાછળનું એક મુખ્ય કારણ દરેક ઘરમાં બંદૂકોની હાજરી છે. એવું માનવામાં આવે છે કે અમેરિકામાં દરેક બીજા ઘરમાં બંદૂક હોય છે. એક રિપોર્ટ અનુસાર અમેરિકામાં દર 100માંથી 88 લોકો પાસે બંદૂક છે. આવામાં દરેક બાબત પર ફાયરિંગ કરવામાં આવે છે, જેના કારણે દરરોજ ફાયરિંગની ઘટનાઓ જોવા મળી રહી છે.
US Shooting: Four People Reported Shot Outside Safeway Supermarket in Washington's Seattle#USShooting #PeopleShotAt #SafewaySupermarket #Seattle #Washingtonhttps://t.co/AEV2FbOicG
— LatestLY (@latestly) July 29, 2023
🚨#BREAKING: Multiple People have been Shot Inside and Outside of a Safeway Shopping Centerside
— R A W S A L E R T S (@rawsalerts) July 29, 2023
📌#Seattle | #Washington
Currently multiple law enforcements and other emergency personnels are on the scene to a mass shooting as multiple people have been shot at a Safeway… pic.twitter.com/FanCtEd9Y3
-
અમેરિકામા અગાઉ પણ બની ચૂકી છે ફાયરિંગની ઘટનાઓ
18 જૂલાઈએ અમેરિકાના ઈન્ડિયાનામાં ગ્રીનવુડ પાર્ક મોલમાં ફાયરિંગની ઘટના બની હતી. આ ફાયરિંગની ઘટનામાં 10 લોકોને ગોળી વાગી હતી. જેમાંથી 3ના મોત થયા હતા. 11 જૂલાઈના રોજ કેલિફોર્નિયાના દક્ષિણ ભાગમાં હાઉસ પાર્ટી દરમિયાન હુમલાખોરે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં એક મહિલા સહિત 5 લોકોને ગોળી વાગી હતી જેમાંથી 3 લોકોએ જીવ ગુમાવ્યો હતો.
4 જુલાઈના રોજ અમેરિકામાં 246મો સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન શિકાગો, ઇલિનોયના હાઇલેન્ડ પાર્કમાં પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં અચાનક ગોળીબાર શરૂ થયો, જેમાં 6 લોકોના મોત થયા. બીજા જ દિવસે 5 જુલાઈએ ઇન્ડિયાનાના બ્રેઇન્ડિયાના ગેરી વિસ્તારમાં ફાયરિંગને કારણે 3 લોકોએ જીવ ગુમાવ્યો હતો.
1 જૂનના રોજ ઓક્લાહોમાના ટુલસામાં એક વ્યક્તિએ હોસ્પિટલની બિલ્ડિંગમાં ઘૂસીને ગોળીબાર કર્યો. આ ઘટનામાં 4 લોકોના મોત થયા હતા. ગુનો કર્યા બાદ હુમલાખોરે આત્મહત્યા પણ કરી લીધી હતી. અમેરિકાના ટેક્સાસમાં 15 મેના રોજ સૌથી ખતરનાક ઘટના બની હતી. ઉવાલ્ડે શહેરમાં એક 18 વર્ષના છોકરાએ સ્કૂલમાં ઘૂસીને ગોળીબાર કર્યો હતો, જેમાં 19 વિદ્યાર્થીઓ સહિત 23 લોકોના મોત થયા હતા. આ હુમલામાં 3 શિક્ષકોએ પણ જીવ ગુમાવ્યો હતો.