શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
US વાઈસ પ્રેસિડેન્ટ કમલાને 31 વર્ષ મોટા પાવરફુલ પોલીટિશિયન સાથે હતા શારીરિક સંબંધ, કોની ‘રખાત’ તરીકે થતો ઉલ્લેખ ?
અમેરિકાના નવા વરાયેલા પ્રમુખ જો બાઇડન આજે અમેરિકાના 46મા પ્રમુખ તરીકે સોગન લેશે. ભારતીય સમય મુજબ રાત્રે સાડા દસ વાગ્યે આ સમારોહ શરૂ થશે. ઉપપ્રમુખ તરીકે ભારતીય મૂળના કમલા હેરિસ શપથ લેશે.
વોશિંગ્ટનઃ અમેરિકાના નવા વરાયેલા પ્રમુખ જો બાઇડન આજે અમેરિકાના 46મા પ્રમુખ તરીકે સોગન લેશે. ભારતીય સમય મુજબ રાત્રે સાડા દસ વાગ્યે આ સમારોહ શરૂ થશે. ઉપપ્રમુખ તરીકે ભારતીય મૂળના કમલા હેરિસ શપથ લેશે. કમલાને સુપ્રીમ કોર્ટની પહેલી લેટિન મહિલા જસ્ટિસ સોનિયા સોટોમેયર સોગંધ લેવડાવશે. તેઓ આ પદ પર પહોંચનારા પ્રથમ અશ્વેત મહિલા હશે. વકીલ તરીકે કમલાની લાંબી કરિયર રહી છે. અનેક મુદ્દે તેમણે અમેરિકન પરંપરાઓનો વિરોધ પણ કર્યો છે.
કમલા હેરિસે અમેરિકાનાં પહેલાં મહિલા વાઈસ પ્રેસિડેન્ટ બનીને ઈતિહાસ રચ્યો છે ત્યારે વૈશ્વિક મીડિયામાં કમલા હેરિસ કોણ છે તે અંગે જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. વકીલ તરીકે કમલાની લાંબી કરિયર રહી છે. અનેક મુદ્દે તેમણે અમેરિકન પરંપરાઓનો વિરોધ પણ કર્યો છે. કમલાના પતિનું નામ ડગ એમહૉફ છે. કમલાના માતા ભારતીય અને પિતા જમૈકા મૂળના હતા.
કમલા હેરિસ 29 વર્ષનાં હતાં ત્યારે પોતાનાથી 31 વર્ષ મોટા એવા સાન ફ્રાન્સિસ્કોના પાવરફુલ રાજકારણી વિલિ બ્રાઉન સાથે તેમના સંબધો બંધાયા હતા. બ્રાઉન એ વખતે પરીણિત હતા પણ કમલા સાથે તેમના સંબંધો અત્યંત ગાઢ બન્યા હતા. બંને પતિ-પત્નિની ડેમ જ રહેતાં હતાં અને જાહેરમાં સાથે પણ દેખાતાં હતાં. એ વખતે આ સંબંદોએ ભારે ચર્ચા જગાવી હતી. બ્રાઉનની ગણના અમેરિકાના સૌથી સમૃધ્ધ શહેર સાન ફ્રાન્સિસ્કોના સૌથી શક્તિશાળી રાજકારણી તરીકે થતી હતી તેથી મીડિયામાં કમલા વિશે ‘બ્રાઉનની 29 વર્ષની રખાત કમલા’ એ પ્રકારના અપમાનજનક ઉલ્લેખ પણ થતા હતા.
બ્રાઉન કેલિફોર્નિયા સ્ટેટ એસેમ્બલીના સ્પીકર તરીકે લાંબો સમય રહ્યા હતા. 1996માં એ સાન ફ્રાન્સિસ્કોના પહેલા બ્લેક મેયર બન્યા હતા અને ઈતિહાસ રચ્યો હતો. કમલા અને બ્રાઉન વચ્ચે સંબંધો હતા ત્યારે બ્રાઉન પોતાની પત્નિથી અલગ થઈ ગયા હોવાનો દાવો કરાતો હતો પણ બ્રાઉન મેયરપદની ચૂંટણી જીત્યા પછી તેમના સન્માન સમારોહમાં તેમની પત્નિ બ્લાન્સ મંચ પર સાથે દેખાઈ હતી. બ્રાઉને કમલા હેરિસને કેલિફોર્નિયાની બે મહત્વની કમિટીમીં નિમણૂક પણ આપી હતી. બ્રાઉન સાથેના સંબંધોના કારણે જ કમલાની રાજકીય કારકિર્દીએ વેગ પકડ્યો હોવાનું મનાય છે. કમલાના ચૂંટણી પ્રચારમાં પણ બ્રાઉ સતત તેની સાથે દેખાતા હતા.
રૂપાણીએ જેનું નામ કમલમ કરી નાંખ્યું એ ડ્રેગન ફ્રુટ મૂળ ક્યાંનું છે ? જાણો ખાવાથી શું શું થાય છે ફાયદા ?
ગુજરાતમાં ઓવૈસીની પાર્ટીના પ્રદેશ પ્રમુખ બનેલા કાબલીવાલા કોણ છે ? કોંગ્રેસમાં કેમ છે ફફડાટ ?
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion