2025માં ભારતીયો માટે અમેરિકાથી આવશે સારા સમાચાર, વિઝા સ્લોટને લઈ મહત્વનો નિર્ણય
2025માં ભારતીયો માટે અમેરિકાથી સારા સમાચાર આવશે. વિઝા સ્લોટને લઈને અમેરિકન સરકાર મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે
2025માં ભારતીયો માટે અમેરિકાથી સારા સમાચાર આવશે. વિઝા સ્લોટને લઈને અમેરિકન સરકાર મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. US સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકના મતે અમેરિકા આવતા વર્ષે વિઝા એપોઇન્ટમેન્ટ સ્લોટમાં 1 મિલિયનનો વધારો કરશે. સરકારે વિઝા સ્લોટ વધારવાનો નિર્ણય લીધો છે. અમેરિકા FIFA વર્લ્ડ કપ, ઓલિમ્પિક્સ અને રગ્બી ચેમ્પિયનશિપ જેવી મોટી આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ્સની યજમાની કરવાની તૈયારી કરી રહ્યું છે.જેના કારણે આગામી વર્ષમાં મોટી સંખ્યામાં લોકો અમેરિકા આવશે. જેથી જ ગત વર્ષની વિક્રમી સંખ્યામાં એપોઇન્ટમેન્ટ કરતાં આ વખતે વધુ એપોઇન્ટમેન્ટ આપવામાં આવશે.
નાણાકીય વર્ષ 2024માં USએ 1.15 કરોડ વિઝા જાહેર કર્યા હતા. જેમાંથી 85 લાખ વિઝિટર વિઝા હતા. વિદેશમંત્રીનું કહેવું છે કે ગત વર્ષની સરખામણીમાં વર્ષ 2025માં 10 ટકાનો વધારો કરાશે. પ્રથમ વખત વિઝિટર વિઝા ઇન્ટરવ્યૂ લેનારાઓ માટે વિઝા ઇન્ટરવ્યૂ માટે રાહ જોવાનો સમય સરેરાશ 60 દિવસનો થઈ ગયો છે. અમેરિકન સરકારના નિર્ણયથી અમેરિકા જવા વિઝા મેળવવાની લાંબી રાહતનો અંત આવશે.
US સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકને કહ્યું હતં કે અમેરિકા આવતા વર્ષે વિઝા એપોઇન્ટમેન્ટ સ્લોટમાં 1 મિલિયનનો વધારો કરશે. સરકારે વિઝા સ્લોટ વધારવાનો નિર્ણય લીધો છે, કારણ કે આગામી વર્ષમાં લાખો લોકો અમેરિકા જવાના છે. અમેરિકા FIFA વર્લ્ડ કપ, ઓલિમ્પિક્સ અને રગ્બી ચેમ્પિયનશિપ જેવી મોટી આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ્સની યજમાની કરવાની તૈયારી કરી રહ્યું છે.
બ્લિંકને જણાવ્યું હતું કે ગત વર્ષની વિક્રમી સંખ્યામાં એપોઇન્ટમેન્ટ કરતાં આ વખતે વધુ એપોઇન્ટમેન્ટ આપવામાં આવશે. વિઝા મેળવવામાં લાગતો સમય લાંબા સમયથી અમેરિકા જવાનું વિચારી રહેલા લોકો માટે ચિંતાનું કારણ છે. વિઝાની રાહ જોવાનો સમય ઘટ્યો હોવા છતાં પણ ભારતીય પ્રવાસીઓ માટે પડકારો હજુ પણ છે. ભારતમાં ટૂરિસ્ટ વિઝા મેળવવા માટે 300-320 દિવસ રાહ જોવી પડે છે. કોવિડ સમયે એ 900 દિવસ સુધી પહોંચી ગયો હતો.
અમેરિકામાં વિઝિટર વિઝાની બે મુખ્ય કેટેગરી છે, જેમાંથી એક B-1 વિઝા છે, જે વ્યવસાય સંબંધિત હેતુઓ માટે આપવામાં આવે છે. જ્યારે બીજો B-2 વિઝા છે જે પ્રવાસન હેતુઓ માટે ઉપલબ્ધ છે. આ બંને વિઝા દ્વારા વ્યક્તિ અસ્થાયી રૂપે અમેરિકામાં રહી શકે છે.
વિઝા સ્લોટ વધારવાથી શું ફાયદો થશે?
ભારતીય નાગરિકોએ અમેરિકાના B-1/B-2 વિઝા મેળવવા માટે 185 ડોલર (આશરે 15 હજાર રૂપિયા)ની અરજી ફી ચૂકવવી પડે છે. આ ફી નોન-રિફંડપાત્ર છે, એટલે કે એકવાર ફોર્મ સબ્મિટ કર્યા પછી પૈસા પરત કરવામાં આવશે નહીં. હાલમાં એવું કહી શકાય કે જો 10 લાખ વિઝા એપોઇન્ટમેન્ટ સ્લોટ વધારવામાં આવે તો તેનો સીધો ફાયદો ભારતીયોને થશે, જેઓ સરળતાથી અમેરિકાના વિઝા મેળવી શકે છે અને ત્યાં મુસાફરી કરી શકે છે. વિઝા સ્લોટમાં વધારા સાથે ભારતીય કામદારોના પરિવારો અને અમેરિકામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમને મળી શકશે.