શોધખોળ કરો
Advertisement
કોરોનાનો કહેર: અમેરિકામાં 1 લાખની નજીક પહોંચી મોતની સંખ્યા, અત્યાર સુધીમાં 4 લાખ લોકો સ્વસ્થ થયા
દુનિયાભરમાં કોરોના વાયરસનો ખતરો સતત વધી રહ્યો છે. અમેરિકા દુનિયામાં કોરોના વાયરસનું કેપિટલ બની ગયું છે. શુક્રવારે અમેરિકામાં 24,187 નવા કેસ સામે આવ્યા અને 1286 કોરોના સંક્રમિત લોકોના મોત થયા છે.
Coronavirus: દુનિયાભરમાં કોરોના વાયરસનો ખતરો સતત વધી રહ્યો છે. અમેરિકા દુનિયામાં કોરોના વાયરસનું કેપિટલ બની ગયું છે. શુક્રવારે અમેરિકામાં 24,187 નવા કેસ સામે આવ્યા અને 1286 કોરોના સંક્રમિત લોકોના મોત થયા છે. જ્યારે આનાથી એક દિવસ પહેલા અમેરિકામાં 28175 નવા કેસ સામે આવ્યા હતા અને 1418 લોકોના મોત થયા હતા. દુનિયાભરના કુલ કેસમાંથી આશરે ત્રીજા ભાગના કેસ એકલા અમેરિકામાં સામે આવ્યા છે અને આશરે ત્રીજા ભાગના મોત પણ. 16 લાખથી વધઉ લોકો કોરોનાથી પ્રભાવિત થયા છે. ન્યૂયોર્ક, કૈલિફોર્નિયામાં સૌથી વધુ કેસ નોંધાયા છે.
અમેરિકામાં અત્યાર સુધીમાં 97,640 લોકોના મોત
વર્લ્ડોમીટર મુજબ, અમેરિકામાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા શનિવારે સવારે સુધી વધીને 16 લાખ 45 હજારને પાર પહોંચી છે. જ્યારે કુલ 97640 લોકોના મોત થયા છે. ચાર લાખ 3 હજાર લોકો સ્વસ્થ પણ થયા છે. કુલ 6 ટકા કોરોના સંક્રમિત દર્દીઓના મોત થયા છે. જ્યારે 25 ટકા લોકો આ બીમારીથી સ્વસ્થ થયા છે.
અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં સૌથી વધુ 367936 કેસ સામે આવ્યા છે. માત્ર ન્યૂયોર્કમાં જ 29,009 લોકોના મોત થયા છે. ત્યારબાદ ન્યૂજર્સીમાં 154,349 કોરોના દર્દીમાંથી 10,986 લોકોના મોત થયા છે. આ સિવાય મૈસાચુસેટ્સ,ઈલિનોયસ પણ સૌથી વધુ પ્રભાવિત છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion