શોધખોળ કરો
Advertisement
અમેરિકાઃ વિમાન મુસાફરી વખતે ફેસ માસ્ક પહેરવું ફરજિયાત, એરલાઇન્સે કહી આ મોટી વાત
વોશિંગ્ટન પોસ્ટના એક રિપોર્ટમાં જણાવામાં આવ્યું છે કે, માત્ર બે વર્ષના નાના બાળકને માસ્ક પહેરવાની મંજૂરી નહીં હોય.
વોશિંગ્ટનઃ વિશ્વના સૌથી શક્તિશાળી દેશ ગણાતો અમેરિકા આજે કોરોના મહામારીથી સૌથી વધારે પ્રભાવિત છે. કોરોનાથી બચવા માટે માસ્ક પહેરવું ફરજિયાત છે. જેને ધ્યાનમાં રાખી અમેરિકન, ડેલ્ટા, સાઉથવેસ્ટ અને યૂનાઇટેડ એરલાઇન્સે યાત્રીઓને મુસાફરી દરમિયાન માસ્ક ફરજિયાત પહેરવું પડશે તેવી જાહેરાત કરી છે.
વોશિંગ્ટન પોસ્ટના એક રિપોર્ટમાં જણાવામાં આવ્યું છે કે, માત્ર બે વર્ષના નાના બાળકને માસ્ક પહેરવાની મંજૂરી નહીં હોય. જોકે, ડેલ્ટા એરલાઇન્સ મુસાફરોને ફેસ માસ્ક વગર યાત્રાની મંજૂરી નહીં આપે પરંતુ તેમણે એક વિશેષ સ્ક્રીનિંગમાંથી પસાર થવું પડશે, જેને પૂરી કરવામાં એક કલાકથી વધારે સમય લાગશે. અમેરિકાની વિવિધ એરલાઇન્સને માસ્ક અંગે નિયમ નક્કી કરવાની છૂટ આપવામાં આવી છે.
વોશિંગ્ટન પોસ્ટે ડેલ્ટા એરલાઇન્સના ચીફ એક્ઝિક્યુટિવ એડ બાસ્ટિયનના હવાલાથી જણાવ્યું કે, એરલાઇન્સને માસ્ક પહેરવાની ના પાડનારા ઓછામાં ઓછા 100 લોકો પર યાત્રા કરવા પર પ્રતિબંધ મુક્યો છે. એરલાઇન્સે એમ પણ કહ્યું કે, જે યાત્રીઓ પાસે માસ્ક નહીં હોય તેમને ફ્રીમાં માસ્ક આપવામાં આવશે. ફેસ માસ્ક વગર ઉડાન ભરવી શક્ય નથી.
વર્લ્ડોમીટર મુજબ, અમેરિકામાં કોરોના વાયરસના દર્દીની સંખ્યા શનિવારે સવાર સુધીમાં વધીને 42 લાખને પાર થઈ ગઈ છે. અહીંયા કુલ 1,48,478 લોકોના મોત થયા છે. જ્યારે 20 લાખ લોકો સાજા થઈ ગયા છે. જે કુલ સંક્રમિતોના 47.72 ટકા છે. 20,72,000 લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, જે કુલ સંક્રમિતોના 47.72 ટકા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement