શોધખોળ કરો
Advertisement
Covid 19: અમેરિકામાં કોરોનાથી અત્યાર સુધીમાં 65 હજારના મોત, 24 કલાકમાં 36 હજાર નવા કેસ
કોરોના વાયરસનો સૌથી વધારે કહેર દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકા પર છે. પૂરી દુનિયાના આશરે ત્રીજા ભાગના કેસ અમેરિકામાં છે.
કોરોના વાયરસનો સૌથી વધારે કહેર દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકા પર છે. પૂરી દુનિયાના આશરે ત્રીજા ભાગના કેસ અમેરિકામાં છે. અહીં 11 લાખથી વધુ લોકો કોરોનાથી પ્રભાવિત થયા છે. છેલ્લા 24 કલાકમાં 36,007 નવા કેસ સામે આવ્યા છે અને 1897 લોકોના મોત થયા છે. ન્યૂયોર્ક, ન્યૂજર્સી,કેલિફોર્નિયામાં સૌથી વધુ કેસ જોવા મળી રહ્યા છે.
વર્લ્ડોમીટર મુજબ, અમેરિકામાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા શનિવાર સવાર સુધીમાં વધીને 11 લાખ 31 હજાર 030 થઈ છે. જ્યારે કુલ 65,753 લોકોના મોત થયા છે. એક લાખ 61 હજાર 563 લોકો સ્વસ્થ પણ થયા છે. અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં સૌથી વધુ 315,222 કેસ સામે આવ્યા છે. માત્ર ન્યૂયોર્કમાં જ 24069 લોકોના મોત થયા છે. ન્યૂજર્સીમાં 121,190 કોરોના દર્દીઓમાંથી 7,538 લોકોના મોત થયા છે.
દુનિયાભરના 212 દેશોમાં કોરોના વાયરસ મહામારીથી મૃત્યુ પામેલાની સંખ્યા 2 લાખ 39 હજારને પાર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં 94,552 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે અને મૃત્યુ પામનારા લોકોની સંખ્યામાં 5,624નો વધારો થયો છે. વર્લ્ડોમીટર મુજબ, દુનિયાભરમાં અત્યાર સુધીમાં 33 લાખ 98 હજાર 473 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. જેમાંથી 1,080,101 લોકો સ્વસ્થ પણ થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
Advertisement