શોધખોળ કરો

Russia Ukraine Conflict: રશિયા બહાર સેનાનો ઉપયોગ કરી શકે છે પુતિન, સંસદે આપી મંજૂરી

રશિયન સંસદના ઉપલા ગૃહે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને દેશની બહાર સૈન્યનો ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે. પુતિને આ અંગે સંસદના ઉપલા ગૃહને પત્ર લખ્યો હતો.

મોસ્કોઃ રશિયન સંસદના ઉપલા ગૃહે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને દેશની બહાર સૈન્યનો ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે. પુતિને આ અંગે સંસદના ઉપલા ગૃહને પત્ર લખ્યો હતો.

આ પહેલા  નાયબ સંરક્ષણ મંત્રી નિકોલે પંકોવ (Nikolay Pankov)એ ચેમ્બરના એક સત્રમાં જણાવ્યું હતું. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રશિયાના ઉપલા ગૃહ(Russia's upper house)ને યુક્રેનમાં અલગતાવાદીઓ(separatists) ને ટેકો આપવા માટે દેશની બહાર સૈન્યના ઉપયોગને મંજૂરી આપવા કહ્યું છે. પુતિનની વિનંતી પર આયોજિત ફેડરેશન કાઉન્સિલના અનિશ્ચિત સત્ર દરમિયાન, નાયબ સંરક્ષણ પ્રધાને કહ્યું: "વાતચીત અટકી ગઈ છે. યુક્રેની નેતૃત્વએ હિંસા અને રક્તપાતનો માર્ગ અપનાવ્યો છે."

રશિયાએ બે પ્રદેશોને દેશની માન્યતા આપી

નોંધનીય છે કે એક દિવસ અગાઉ, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પૂર્વી યુક્રેનમાં બે રશિયન સમર્થિત અલગતાવાદી વિસ્તારો - 'ડોનેટ્સક અને લુહાન્સ્ક પીપલ્સ રિપબ્લિક' -ને "સ્વતંત્ર" દેશ તરીકે માન્યતા આપી હતી. એટલું જ નહીં, પુતિને રશિયન દળોને પૂર્વી યુક્રેનના અલગતાવાદી વિસ્તારોમાં ‘શાંતિ જાળવવા’ આદેશ આપ્યો છે. આ આદેશને બંને વિસ્તારોમાં રશિયન દળોની તૈનાતી તરીકે જોવામાં આવી રહ્યો છે. આ બે પ્રદેશોને માન્યતા આપવાના વિરોધમાં અમેરિકા અને તેના યુરોપીય સહયોગી દેશો રશિયા પર પ્રતિબંધો લાદવાની તૈયારી કરી રહ્યા છે.

રશિયા અને યુક્રેનનો વિવાદ વધી રહ્યો છે. આ દરમિયાન આજે બ્રિટિશ પીએમ બોરિસ જોનસને મોટી જાહેરાત કરી રહી છે. ન્યૂઝ એજન્સી એએફપીના ટ્વીટ પ્રમાણે, યુકેના પીએમ બોરિસ જોહન્સને પાંચ રશિયન બેંકો પર પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી છે. મોસ્કોમાં સૈના તૈનાત કરવામાં આવતાં તેમણે આ પગલું લીધું છે.

બ્રિટનના વડા પ્રધાન બોરિસ જ્હોન્સને મંગળવારે સુરક્ષા વડા સાથેની સવારની બેઠક પછી સંસદમાં રશિયા સામે આર્થિક પ્રતિબંધોના પ્રથમ અવરોધનું વચન આપ્યું હતું. પીએમ જ્હોન્સને પત્રકારોને જણાવ્યું હતું કે, "આ (પ્રતિબંધો) રશિયાને ઘણી અસર કરશે અને હુમલાની સ્થિતિમાં અમે ઘણું બધું કરવાના છીએ. એમાં કોઈ શંકા નથી કે જો રશિયન કંપનીઓને યુકેના  બજારોમાંથી મૂડી એકત્ર કરતી અટકાવવામાં આવશે તો તેને નુકસાન થવાનું શરૂ થશે.

પુતિનનો યુક્રેન પર હુમલો કરવાનો ઇરાદો'

બ્રિટીશ પીએમએ કહ્યું કે, રશિયન રાષ્ટ્રપતિ પુતિન યુક્રેન પર સંપૂર્ણ પાયે આક્રમણ કરવાનો ઈરાદો ધરાવે થછે. આવું પગલું વિનાશક હશે. તે કોઈપણ અન્ય યુરોપિયન દેશને જીતવાનો પ્રયાસોમાં સફળ ન થવા જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી
ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી

વિડિઓઝ

US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી
ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
અમેરિકન મહિલા જ્યોતિષની ડરામણી ભવિષ્યવાણી: 2026 માં લાખો લોકોની જશે નોકરી,ભૂકંપ અને યુદ્ધનો ખતરો
અમેરિકન મહિલા જ્યોતિષની ડરામણી ભવિષ્યવાણી: 2026 માં લાખો લોકોની જશે નોકરી,ભૂકંપ અને યુદ્ધનો ખતરો
Embed widget