શોધખોળ કરો

Volodymyr Zelenskyy Profile: ટીવી કોમેડિયનથી આવી રીતે રાજનેતા બન્યા યુક્રેનના રાષ્ટ્રપતિ Volodymyr Zelenskyy

તેઓ રશિયન અને યુક્રેનિયન ભાષા સારી રીતે બોલી શકે છે. અભ્યાસ દરમિયાન તેમણે થિયેટર અને કોમેડીમાં રસ હતો.

કીવઃ રશિયા સાથે યુદ્ધ લડી રહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ Volodymyr Zelenskyy એક સમયે જાણીતા ટીવી કોમેડિયન હતા. Zelenskyy આજે રશિયા સામેના યુદ્ધનો સામનો કરી રહ્યા છે. Zelenskyyનો જન્મ 25 જાન્યુઆરી 1978ના રોજ ક્રિવી રીહ, USRRમાં થયો હતો. બાદમાં તેમનો પરિવાર મંગોલિયામાં શિફ્ટ થયો હતો. તે સમયે Zelenskyy ખૂબ જ નાના હતા. તેઓ રશિયન અને યુક્રેનિયન ભાષા સારી રીતે બોલી શકે છે. અભ્યાસ દરમિયાન તેમણે થિયેટર અને કોમેડીમાં રસ હતો. 17 વર્ષની ઉંમરે તેણે સ્થાનિક કોમેડી સ્પર્ધામાં ભાગ લીધો હતો.

ટીવી શોમાં ટીચરની ભૂમિકાથી ઘણી લોકપ્રિયતા મેળવી

17 વર્ષની ઉંમરમાં Volodymyr Zelenskyyને KVN નામની લોકલ કોમેડી કોમ્પિટિશનની ટીમમાં  જોડાયા હતા. બાદમાં તેઓ યુક્રેનની  ટીમ Zaporizhia-Kryvyi Rih-Transitમાં પરફોર્મની તક મળી હતી.

તે જ વર્ષે Zelenskyyએ ક્વાર્ટલ 95 નામની ટીમની રચના કરી. 1998 થી 2003 સુધી આ ટીમે મેજર લીગમાં ભાગ લીધો અને યુક્રેનની KVN લીગની સૌથી વધુ કમાણી કરનાર ટીમ બની હતી.  ટીમે મોસ્કોમાં ઘણો સમય વિતાવ્યો અને સોવિયત પછીના દેશોમાં નિયમિતપણે પ્રવાસ કર્યો.

2003માં Kvartal 95 એ યુક્રેનની ટીવી ચેનલ 1+1 માટે ટીવી શો બનાવવાનું શરૂ કર્યું. 2005માં ટીમે યુક્રેનની બીજી ચેનલ ઇન્ટર સાથે કામ કરવાનું શરૂ કર્યું. વર્ષ 2008માં તેમણે ફીચર ફિલ્મ લવ ઇન ધ બિગ સિટીમાં કામ કર્યું હતું. આ પછી તેણે આ ફિલ્મ લવ ઇન ધ બિગ સિટી 2 ની સિક્વલમાં પણ કામ કર્યું. આ ફિલ્મનો ત્રીજો ભાગ 2014માં આવ્યો હતો.

2012માં તેમની ફિલ્મ Rzhevsky Versus Napoleon રિલીઝ થઈ હતી. આ જ વર્ષે તેની હિટ ફિલ્મ 8 ફર્સ્ટ ડેટ્સ પણ આવી હતી. આ ફિલ્મની સિક્વલ 2015 અને 2016માં આવી હતી.2010 થી 2012 સુધી Zelenskyy બોર્ડના સભ્ય અને ટીવી ચેનલ ઇન્ટરના સામાન્ય નિર્માતા હતા. 2014માં તેમણે યુક્રેનમાં યુક્રેનિયન સંસ્કૃતિ મંત્રાલયના રશિયન કલાકારો પરના પ્રતિબંધ સામે અવાજ ઉઠાવ્યો. 2015 માં યુક્રેને રશિયન કલાકારો અને અન્ય રશિયન કૃતિઓને યુક્રેનમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

2015માં Zelenskyy એ સર્વન્ટ ઓફ ધ પીપલ નામના શોમાં કામ કર્યું હતું. રસપ્રદ વાત એ છે કે, આ શોમાં તેઓએ યુક્રેનના રાષ્ટ્રપતિની ભૂમિકા ભજવી હતી. 2017માં આવેલી તેની સિરીઝ Svaty પર યુક્રેનમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ પ્રતિબંધ માર્ચ 2019માં હટાવવામાં આવ્યો હતો.

Zelenskyy ટીવી શોમાં શાળાના શિક્ષકની ભૂમિકા ભજવીને લોકપ્રિયતા મેળવી હતી. આ શો નેટફ્લિક્સ પર પણ આવ્યો હતો. આ શો તેના પ્રોડક્શન હાઉસની ટીમે બનાવ્યો હતો. Zelenskyy વર્ષ 2011 સુધી એક કંપનીમાં આર્ટ ડાયરેક્ટરની ભૂમિકામાં હતા. ત્યારબાદ તેમણે યુક્રેનની એક ટીવી ચેનલ ઇન્ટર ટીવી માટે કામ કરવાનું શરૂ કર્યું. ટીવીની સાથે સાથે તેમણે  અનેક ફિલ્મોમાં કામ પણ કર્યું હતું. Zelenskyyએ  વર્ષ 2012માં ઈન્ટર ટીવી છોડવાનો નિર્ણય કર્યો અને પછી રાજકારણમાં જોડાયા હતા.

Zelenskyy વર્ષ 2019માં યુક્રેનના રાષ્ટ્રપતિ બન્યા હતા

2019 ના એપ્રિલ મહિનામાં Zelenskyy  યુક્રેનના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. તેમના ટીકાકારોએ તેમની સરખામણી ઈટાલીના સિલ્વિયો બર્લુસ્કોની અને તત્કાલીન યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કરી હતી. જો કે અમેરિકા, નાટો, યુરોપિયન યુનિયન સહિત અનેક દેશોની ચેતવણી છતાં રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો. યુક્રેનના રાષ્ટ્રપતિએ વ્લાદિમીર પુતિનના એ દાવાને ફગાવી દીધો હતો કે તેમના દેશથી રશિયાને કોઈ ખતરો છે. દેશને સંબોધિત કરતા Zelenskyyએ કહ્યું કે યુક્રેનના લોકો અને સરકાર શાંતિ ઈચ્છે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget