શોધખોળ કરો

Coronavirus: રસીકરણમાં ઝડપ લાવો નહીં તો જીવલેણ સાબિત થશે ડેલ્ટા વેરિઅન્ટ, જાણો કોણે આપી ચેતવણી

અત્યાર સુધી ચાર વેરિઅન્ટને લઈને ચિંતા છે અને જ્યાં સુધી કોરોના વાયરસ ફેલાતો રહેશે ત્યાં સુધી વધુને વધુ વેરિઅન્ટ સામે આવશે.

WHOએ વિશ્વના દેશોને સાવચેત કર્યા છે કે જો રસીકરણ અભિયાનમાં ઝડપ લાવવામાં નહીં આવે તો કોરોનાના નવા નવા વેરિઅન્ટ હાલના કોરોના કરતાં વધારે જીવલેણ સાબિત થઈ શકે છે. WHOએ કહ્યું કે, ડેલ્ટા વેરિઅન્ટ આપણ માટે ચેતવણી છે કે આપણા જો ઝડપથી તેને દબાવી નહીં દઈએ તો સ્થિતિ હજુ પણ ખરાબ થઈ શકે છે. WHOએ કહ્યું કે, સ્થિતિ વધારે બગડે તે પહેલા રસીકરણ અભિયાન પર ભાર મુકવો પડશે. તેમણે કહ્યું કે, ડેલ્ટા વેરિઅન્ટના ખતરનાક પરિણાને જોતા તેના પર નિયંત્રણ મેળવવા માટે તાત્કાલીક કાર્રવાઈ કરવી જરૂરી છે. WHOએ અપીલ કરી છે કે સપ્ટેમ્બરના અંત સુધી દમામ દેશો ઓછામાં ઓછા 10 ટકા જનસંખ્યાને રસીકરણ કરી દે.

132 દેશોમાં ડેલ્ટા વેરિઅન્ટ

ઝડપથી ફેલાઈ રહેલ ડેલ્ટા વેરિઅન્ટ અત્યાર સુધી 132 દેશમાં જોવા મળ્યો છે. WHOના ઇમરજન્સી ડાયરેક્ટર માઈકેલ રેયાન ( Michael Ryan) એ કહ્યું કે, ડેલ્ટા આપણ માટે ચેતવણી છે. આ ચેતવણી છે કે આપણે સચેત થઈ જઈ. તે વધારે ખતરનાક સાબિત થાય તે પહેલા જ તેને દબાવી દેવો જરૂરી છે. WHO પ્રમુખ Tedros Adhanom Ghebreyesusએ કહ્યું કે, અત્યાર સુધી ચાર વેરિઅન્ટને લઈને ચિંતા છે અને જ્યાં સુધી કોરોના વાયરસ ફેલાતો રહેશે ત્યાં સુધી વધુને વધુ વેરિઅન્ટ સામે આવશે. ટેડરોસે કહ્યું કે, વિતેલા ચાર સપ્તાહમાં WHOને 6 વિસ્તારમાંથી પાંચમાં સરેરાશ 80 ટકાના દરે કોરોના વધી રહ્યો છે.

સુરક્ષાત્મક ઉપાય હજુ પણ જરૂરી

ડેલ્ટા વેરિઅન્ટ પર ચિંતા વ્યક્ત કરતાં ટેડરોસે કહ્યું, સંક્રમણ પર નિયંત્રણ મેળવવા માટે હજુ પણ સુરક્ષાત્મક ઉપાયની જરૂરત છે. તે અંતર્ગત સામાજીક અંતરનું પાલન, ફેસ માક્ક, હાઈજીનનો ખ્યાલ, બિનજરૂરી બહાર ન નીકળવું જોઈએ. તેમણે કહ્યું કે, તેનાથી ડેલ્ટા સ્ટ્રેન પણ અટકશે. ખાસ કરીને જો રસી લઈ લીધી હશે તો આ વેરિઅન્ટને નિયંત્રણમાં લાવી શકાય છે. WHO અનુસાર વાયરસ હજુ પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે. માટે આપણે આપણા ગેમ પ્લાન પર ઝડપથી કામ કરવું પડશે. તેના માટે રસીકરણ સૌથી જરૂરી વસ્તુ છે.

વર્ષના અંત સુધી 40 ટકા જનસંખ્યાને રસી આપવી જરૂરી

WHO ઇચ્છે છે કે તમામ દેશો સપ્ટેમ્બર સુધીમાં ઓછામાં ઓછી 10 ટકા જનસંખ્યાને રસી આપી દે. ઉપરાંત વર્ષના અંત સુધીમાં 40 ટકા જનસંખ્યાને રસી આપી દેવામાં આવે. WHO ઇચ્છે છે કે, 2022ના મધ્ય સુધીમાં વિશ્વની 70 ટકા જનસંખ્યા પૂરી રીતે વેક્સિનેટેડ થઈ જવી જોઈ. અત્યાર સુધીમાં 400 કરોડ રસીના ડોઝ સમગ્ર વિશ્વમાં આપવામાં આવ્યા છે. તેમાં સૌથી વધારે અમીર દેશોમાં પ્રતિ 100 લોકોમાંથી 98 લોકોને રસી આપવામાં આવી છે જ્યારે 29 સૌથી ગરીબ દેશોમાં પ્રતિ 100 વ્યક્તિએ 1.6 લોકને રસી આપવામાં આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ,  જાણો ટિકિટની કિંમત અને અને સમય
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ, જાણો ટિકિટની કિંમત અને અને સમય
CBSE Board Exam 2025: સીબીએસઇની પરીક્ષા આ તારીખથી થશે શરૂ, જાણો ડેટશીટ અપડેટ્સ
CBSE Board Exam 2025: સીબીએસઇની પરીક્ષા આ તારીખથી થશે શરૂ, જાણો ડેટશીટ અપડેટ્સ
Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી
Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી
CJI ચંદ્રચુડને નિવૃત્તિ બાદ મળશે આ સુવિધાઓ, જાણો શું છે નિયમ
CJI ચંદ્રચુડને નિવૃત્તિ બાદ મળશે આ સુવિધાઓ, જાણો શું છે નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Congress:પહેલુ કર્તવ્ય.. ભાજપનો તંબુ ઉખાડીને ફેંકી દઈએ.. વાવમાં જીગ્નેશ મેવાણીના પ્રહારAhmedabad: ઈન્ડિગો શરૂ કરશે ચાર નવી ફ્લાઈટ્સ, જાણો કેટલું હશે ભાડુ? Watch VideoGujarat Weather Updates : આગામી સાત દિવસ વાતાવરણને લઈને શું કરાઈ મોટી આગાહી?Salman Khan: અભિનેતા સલમાન ખાનને ધમકી આપનાર શખ્સની કર્ણાટકથી કરાઈ ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ,  જાણો ટિકિટની કિંમત અને અને સમય
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ, જાણો ટિકિટની કિંમત અને અને સમય
CBSE Board Exam 2025: સીબીએસઇની પરીક્ષા આ તારીખથી થશે શરૂ, જાણો ડેટશીટ અપડેટ્સ
CBSE Board Exam 2025: સીબીએસઇની પરીક્ષા આ તારીખથી થશે શરૂ, જાણો ડેટશીટ અપડેટ્સ
Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી
Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી
CJI ચંદ્રચુડને નિવૃત્તિ બાદ મળશે આ સુવિધાઓ, જાણો શું છે નિયમ
CJI ચંદ્રચુડને નિવૃત્તિ બાદ મળશે આ સુવિધાઓ, જાણો શું છે નિયમ
UP News: હવે આ રાજ્યમાં પુરૂષ દરજી મહિલાઓના કપડાના માપ નહીં લઈ શકે! જાણો સરકારે શું આપ્યો આદેશ
UP News: હવે આ રાજ્યમાં પુરૂષ દરજી મહિલાઓના કપડાના માપ નહીં લઈ શકે! જાણો સરકારે શું આપ્યો આદેશ
J&K Assembly: જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં આજે પણ હંગામો,માર્શલે ઝપાઝપી વચ્ચે ખુર્શીદ શેખને બહાર કાઢ્યા
J&K Assembly: જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં આજે પણ હંગામો,માર્શલે ઝપાઝપી વચ્ચે ખુર્શીદ શેખને બહાર કાઢ્યા
Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ વિલેજ ડિફેન્સ ગ્રુપના બે સભ્યોને ઉતાર્યા મોતને ઘાટ
Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ વિલેજ ડિફેન્સ ગ્રુપના બે સભ્યોને ઉતાર્યા મોતને ઘાટ
Health Tips: આ લોકો માટે રામબાણ છે અખરોટનું સેવન, ફાયદા જાણશો તો આજથી જ ખાવાનું શરુ કરી દેશો
Health Tips: આ લોકો માટે રામબાણ છે અખરોટનું સેવન, ફાયદા જાણશો તો આજથી જ ખાવાનું શરુ કરી દેશો
Embed widget