શોધખોળ કરો
Advertisement
Audi કારની શોખીન મહિલા નકલી નોટો લઈને પહોંચી શોરૂમ, જાણો પછી શું થયું ?
કારના શોરૂમના મેનેજરે જણાવ્યું કે એક દિવસ પહેલા જ આ મહિલા કાર પસંદ કરીને ગઈને ગઈ હતી અને ત્યારે તેણે કારની ટેસ્ટ ડ્રાઈવ પણ કરી હતી.
નવી દિલ્હી: જર્મનીમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મોંઘો શોખ પૂરો કરવા એક મહિલાએ ઘરમાં જ નકલી નોટો છાપી અને ઓડી કાર ખરીદવા માટે શોરૂમમાં પહોંચી ગઈ હતી. ચોંકાવનારી વાત એ છે કે આ 20 વર્ષીય મહિલાએ પોતાના જ ઘર પર નકલી નોટો પ્રિન્ટ કરી હતી. 15 હજાર યૂરો નકલી નોટ પ્રિંટ કર્યા બાદ મહિલા કેસરસ્લાર્ટનના એક કારના શોરૂમમાં પહોંચી ગઈ હતી.
કારના શોરૂમના મેનેજરે જણાવ્યું કે એક દિવસ પહેલા જ આ મહિલા કાર પસંદ કરીને ગઈને ગઈ હતી અને ત્યારે તેણે કારની ટેસ્ટ ડ્રાઈવ પણ કરી હતી. તેના બાદ મહિલા 15 હજાર યૂરોની નકલી નોટ લઈને શોરૂમ પહોંચી હતી. પરંતુ જ્યારે શોરૂમના કર્મચારીએ નોટો ગણવાનું ચાલુ કર્યું તે પણ દંગ રહી ગયો. નોટો પર ઇંક ફેલાયેલી હતી. જેના પરથી તેને આ નકલી નોટો હોવાની શંકા ગઈ હતી. અને તેણે તરત પોલીસને જાણ કરી દીધી.
પોલીસની પૂછપરછ દરમિયાન મહિલાએ કબૂલ્યું કે નકલી નોટોનું છાપકામ પોતાના ઘરે જ પ્રિન્ટરથી કર્યું હતું. આ અપરાધ માટે તેને જેલની સજા ભોગવવી પડી શકે છે.Gescheiterter Autokauf mit 15.000 € #Falschgeld. Junge Frau festgenommen. Bei der Durchsuchung in #Pirmasens wurden weitere "Blüten" im Wert von 13.000 € beschlagnahmt. Die Falsifikate waren auch für den Laien leicht erkennbar. Pressebericht: https://t.co/ZnbXstLELC pic.twitter.com/BskwqluLRG
— Polizei Pirmasens (@Polizei_PS) July 15, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બોલિવૂડ
અમદાવાદ
Advertisement