શોધખોળ કરો
Advertisement
કોરોનાએ તોડ્યો રેકોર્ડ, દુનિયામાં આજે એક જ દિવસમાં નોંધાયા સૌથી વધુ કેસો
ખાસ વાત છે કે અમેરિકા હજુ પણ કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશોના લિસ્ટમાં ટૉપ પર છે. અહીં અત્યાર સુધી 27.78 લાખ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે, જ્યારે 1 લાખ 30 હજારથી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે
નવી દિલ્હીઃ કોરોના મહામારી દિવસે દિવસે ભયાનક રૂપ લઇ રહી છે. દુનિયાભારમાં કોરોનાએ કેર વર્તાવ્યો છે. આજે દુનિયાભરમાં કોરોનાએ રેકોર્ડ તોડતા એક જ દિવસમાં સૌથી વધુ લોકોને ઝપેટમાં લઇ લીધા છે, એટલે એક જ દિવસમાં સૌથી વધુ કોરોનાનો કેસો સામે આવ્યા છે.
વર્લ્ડોમીટર અનુસાર, છેલ્લા 24 કલાકમાં એક લાખ 95 હજાર 848 કેસો સામે આવ્યા છે. આ એક જ દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસો છે. વળી અત્યાર સુધી આખી દુનિયામાં કોરોનાથી 1 કરોડ7 લાખ 93 હજાર લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે, આમાં મરનારાઓની સંખ્યા 5 લાખ 18 હજારને પાર પહોંચી ચૂકી છે.
ખાસ વાત છે કે અમેરિકા હજુ પણ કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશોના લિસ્ટમાં ટૉપ પર છે. અહીં અત્યાર સુધી 27.78 લાખ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે, જ્યારે 1 લાખ 30 હજારથી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે.
વળી, બ્રાઝિલમાં પણ સિલસિલો ચાલુ જ રહ્યો છે. અહીં અમેરિકાના બરાબર મોત અને કેસ નોંધાઇ રહ્યાં છે. બ્રાઝિલમાં છેલ્લા 24 કલાકમાં કુલ 44884 હજાર નવા કેસો સામે આવ્યા છે, અને સૌથી વધુ 1057 લોકોના મોત થયા છે. બ્રાઝિલ બાદ રશિયા અને ભારતમાં સંક્રમિતોની સંખ્યા દુનિયામાં સૌથી વધુ ઝડપથી વધી રહી છે.
બ્રાઝિલ, રશિયા, સ્પેન, યૂકે, ઇટાલી, ભારત, પેરુ, ચિલી, ઇટાલી, ઇરાન, મેક્સિકો, પાકિસ્તાન અને તુર્કીમાં કોરોનાના કેસોની સંખ્યા 2 લાખને પાર પહોંચી ચૂકી છે, વળી, જર્મની અને સાઉથ આરબમાં પણ 1 લાખ 90 હજારથી વધુ લોકો કોરોનાનો શિકાર બન્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement