(Source: ECI/ABP News/ABP Majha)
યુદ્ધને લઇને યુટ્યૂબે રશિયા પર લગાવ્યો આ પ્રતિબંધ, હવે રશિયાને શું લાગશે મોટો ઝટકો, જાણો વિગતે
આ નિર્ણય પાછળ કંપનીએ પોતાની તે પૉલીસીનો હવાલો આપ્યો છે કે જેમાં હિંસક ઘટનાઓ અસ્વીકાર કરવાની વાત કહેવામાં આવી છે.
Russia Ukraine Conflict: યુટ્યૂબે રશિયાને લઇને એક મોટો નિર્ણય કર્યો છે. રશિયાએ પોતાના પ્રતિબંધોમાં એક વધારો કર્યો છે. હવે કંપનીએ તાત્કાલિક અસરથી તે તમામ ચેનલોને બ્લૉક કરવાનો ફેંસલો કર્યો છે, જે રશિયાના ફન્ડથી ચાલે છે. એટલે કે આ ચેનલોની પહોંચ દુનિયાભરમાં રોકાઇ જશે. આ નિર્ણય પાછળ કંપનીએ પોતાની તે પૉલીસીનો હવાલો આપ્યો છે કે જેમાં હિંસક ઘટનાઓ અસ્વીકાર કરવાની વાત કહેવામાં આવી છે.
રશિયાનુ આક્રમણ હિંસક ઘટનાઓની કેટેગરીમાં -
દુનિયામાં સૌથી વધુ વપરાતા સ્ટ્રીમિંગ વીડિયો પ્લેટફોર્મ યુટ્યૂબે કહ્યું કે યૂક્રેન પર રશિયાનુ આક્રમણ હવે તેની હિંસક ઘટનાઓની નીતિ અંતર્ગત આવી ગયુ છે. ઉલ્લેખનીય છે કે યુટ્યૂબની સ્વામિત્વ આલ્ફાબેટ ઇન્ક એટલે Google ની પાસે છે.
યૂક્રેન પરના હુમલા સાથે જોડાયેલી કેટલીય કન્ટેન્ટ હટાવી-
યુટ્યૂબના પ્રવક્તા ફરશાદ શાદલુનુ કહેવુ છે કે અમારી કૉમ્યૂનિટી ગાઇડલાઇન્સમાં આ રીતની હિંસક ઘટનાઓની મનાઇ છે અને અમે આવી કન્ટેન્ટને પ્રતિબંધિત કરીએ છીએ. અમે યૂક્રેનમાં રશિયાના આક્રમણ સાથે જોડાયેલી કેટલીય કન્ટેન્ટને હટાવી પણ છે. હવે અમે તે તમામ ચેનલોને પ્રતિબંધિત કરવાનો ફેંસલો કર્યો છે, જે રશિયા રાજ્ય નાણાંકીય પોષિત મીડિયા સાથે જોડાયેલી છે.
આ પણ વાંચો.......
Tax On Home Loan: એક એપ્રિલથી ઘર ખરીદનારને આંચકો લાગશે, હોમ લોન પર મળતી આ ટેક્સ છૂટનો લાભ નહીં મળે
નેવિગેશન માટે નહીં હોય ઇન્ટરનેટ તો પણ ચાલશે Google Maps, જાણો તેના માટે શું છે ટ્રિક્સ........
Paytm : પેટીએમ પેમેન્ટ બેન્ક પર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ લગાવ્યો પ્રતિબંધ, જાણો શું છે સમગ્ર મામલો
CBSE 10th Result 2022: CBSE નું ધો.10નું પરિણામ થયું જાહેર, આ રીતે કરો ડાઉનલોડ
હવે બરોડા ડેરીએ પણ દૂધના ભાવમાં કર્યો વધારોઃ લિટરે કેટલા રૂપિયાનો થયો વધારો?