શોધખોળ કરો
સુસાઈડ પ્લાન્ટ: એવો તે કયો છોડ કે અડતા જ મરવાનું મન થાય? સાપના ઝેરથી પણ વધુ ખતરનાક!
જીમપાઈ નામનો આ ઝેરી છોડ સ્પર્શતાની સાથે જ આપે છે અસહ્ય પીડા, જાણો ક્યાં જોવા મળે છે.
પ્રકૃતિમાં અનેક પ્રકારના વૃક્ષો અને છોડ જોવા મળે છે, જેમાંથી કેટલાક આપણા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે તો કેટલાક અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.
1/7

વિશ્વમાં એક એવો છોડ પણ મોજૂદ છે જેને સ્પર્શ કર્યા પછી વ્યક્તિને એટલી અસહ્ય પીડા થાય છે કે તેને આત્મહત્યા કરવાનું મન થઈ જાય છે. આ ખતરનાક છોડને સુસાઈડ પ્લાન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે સાપના ઝેર કરતાં પણ વધુ ખતરનાક માનવામાં આવે છે.
2/7

આ દુનિયાના સૌથી ઝેરી છોડનું નામ છે જીમપાઈ જીમપાઈ. દેખાવમાં ભલે આ છોડ સાધારણ લાગે, પરંતુ તેની ઝેરી અસર એટલી તીવ્ર હોય છે કે જો કોઈ વ્યક્તિ તેને ભૂલથી પણ સ્પર્શી લે તો તેને આત્મહત્યા કરવાના વિચારો આવવા લાગે છે. વૈજ્ઞાનિકો પણ આ છોડની ઝેરી અસરથી આશ્ચર્યચકિત છે.
Published at : 23 Mar 2025 06:25 PM (IST)
આગળ જુઓ





















