શોધખોળ કરો
PM Kisan Yojana: આ ખેડૂતોના ખાતામાં નહી આવે પીએમ કિસાન યોજનાના પૈસા, અહી જાણો અપડેટ
PM Kisan Yojana: PM કિસાન યોજના હેઠળ દેશભરના કરોડો ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે, આ નાણાં ત્રણ હપ્તામાં બહાર પાડવામાં આવે છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

PM Kisan Yojana: PM કિસાન યોજના હેઠળ દેશભરના કરોડો ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે, આ નાણાં ત્રણ હપ્તામાં બહાર પાડવામાં આવે છે. પીએમ કિસાન સન્માન નિધિનો આ વર્ષનો પહેલો હપ્તો રિલીઝ થવાનો છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રમાંથી આજે ખેડૂતોના બેન્ક એકાઉન્ટ્સમાં નાણાં ટ્રાન્સફર કરશે.
2/6

દેશભરના કરોડો ખેડૂતો લાંબા સમયથી પીએમ કિસાન યોજનાના 16મા હપ્તાની રાહ જોઈ રહ્યા હતા.
3/6

સરકારના જણાવ્યા અનુસાર પીએમ કિસાન યોજના હેઠળ 11 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે.
4/6

ઇ-કેવાયસી પછી ઘણા એવા ખેડૂતોની પણ ઓળખ કરવામાં આવી છે જેમાં એક જ પરિવારના ઘણા લોકો આ યોજના હેઠળ નોંધાયેલા હતા. આવા ખેડૂતોના ખાતામાં પણ આ રકમ જમા કરવામાં આવશે નહીં.
5/6

જે ખેડૂતોએ તેમના ખાતાનું ઈ-કેવાયસી કરાવ્યું નથી આ યોજના હેઠળ તેમના ખાતામાં પૈસા જમા કરવામાં આવશે નહીં.
6/6

આ યોજનાના પૈસા એવા ખેડૂતોના ખાતામાં નહીં આવે જેમના બેન્ક ખાતા, નામ કે દસ્તાવેજોમાં કોઈ પ્રકારની વિસંગતતા હશે.
Published at : 28 Feb 2024 10:26 AM (IST)
આગળ જુઓ





















