શોધખોળ કરો
Baba Vanga ની 2026 ની ડરામણી ભવિષ્યવાણી... વિશ્વયુદ્ધ, Gold અને આફતના સંકેત!
Baba Vanga ની 2026 ની ડરામણી ભવિષ્યવાણી... વિશ્વયુદ્ધ, Gold અને આફતના સંકેત!
પ્રતિકાત્મક તસવીર
1/6

બાબા વેંગા એક રહસ્યમય બુલ્ગેરિયન ભવિષ્યવક્તા અને અંધ મહિલા છે જેમની પાસે દુનિયા જોવા માટે આંખો નહોતી પરંતુ રહસ્યમય શક્તિઓના દમ પર તેમણે મરતા પહેલા 5079 સુધી ભવિષ્યની આગાહી કરવાનો દાવો કર્યો હતો. વર્ષ 2025 પસાર થવામાં થોડા દિવસો બાકી છે, ત્યારબાદ 2026 આવશે.
2/6

બાબા વેંગાની ભવિષ્યવાણી અનુસાર, 2026માં લોકોને વિશ્વ યુદ્ધની સાથે રાજનીતિક અને આર્થિક અસ્થિરતાનો સામનો કરવો પડી શકે છે. આ સમયગાળા દરમિયાન, કેટલાક દેશો ગંભીર આર્થિક મુશ્કેલીઓનો પણ અનુભવ કરશે.
3/6

2026 માટે તેમની પહેલી ભવિષ્યવાણી સોનાના ભાવમાં મોટા ઉછાળાની છે, જેના સંકેતો પહેલાથી જ દેખાઈ રહ્યા છે. સોનાનો ભાવ પહેલાથી જ પ્રતિ 10 ગ્રામ 1.23 લાખ રૂપિયાને વટાવી ગયો છે. બજારમાં સોનાને સલામત રોકાણ તરીકે જોવામાં આવી રહ્યું છે.
4/6

આ સિવાય બાબા વેંગાએ સોનું (Gold)ને લઈ એક ભવિષ્યવાણી એ પણ કરી છે કે 2026 સુધીમાં સોનાના ભાવ 10 થી 40 ટકા વધશે, આ કારણે ભારતમાં સોનાની કિંમત 1.62 લાખ રૂપિયાથી 1.82 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ શકે છે.
5/6

બાબા વેંગાની 2026 માટેની બીજી ભવિષ્યવાણી ત્રીજા વિશ્વયુદ્ધને લઈ છે. તેમના મતે આ મહાયુદ્ધની મોટી અસર પશ્ચિમી દેશો પર પડી શકે છે. આ દિવસોમાં અમેરિકા અને રશિયા વચ્ચે બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ નાના અને મોટા દેશોમાં પરમાણુ યુદ્ધનો ભય છે. જો આ બે મહાસત્તાઓ વચ્ચે પરમાણુ યુદ્ધ થાય છે તો દુનિયાભરમાં ગંભીર પરિણામો જોવા મળી શકે છે.
6/6

આ સિવાય તેમની ત્રીજી ભવિષ્યવાણી કુદરતી આફતો સાથે જોડાયેલી છે, જેમાં મુખ્યત્વે આબોહવા પરિવર્તન છે. બાબા વાંગાએ 2026 ના વર્ષ વિશે લોકોને ચેતવણી આપતા કહ્યું હતું કે આબોહવા પરિવર્તનને કારણે વિશ્વભરમાં પૂર અને લૂ જેવી કુદરતી આફતો આવી શકે છે. આ ઉપરાંત, ભૂકંપ વિશ્વના ઘણા ભાગોમાં વિનાશનું કારણ બનશે.
Published at : 18 Nov 2025 03:52 PM (IST)
આગળ જુઓ
Advertisement





















