શોધખોળ કરો
Advertisement

Feng shui Tips:લગ્ન સંબંધમાં મધુરતા લાવવા માટે ફેંગશૂઇની આ 5 વસ્તુઓ ઘરમાં અચૂક લાવો,જાણો પ્રયોગ
પરિવારમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધારવા માટે ફેંગશુઈના ઉપાયો ખૂબ જ અસરકારક માનવામાં આવે છે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/7

ચાઈનીઝ વાસ્તુશાસ્ત્ર ફેંગશુઈનું ચલણ ધીમે ધીમે વધી રહ્યું છે. આજકાલ તમને મોટાભાગના ઘરોમાં ફેંગશુઈ સંબંધિત ઘણી વસ્તુઓ જોવા મળે છે. ફેંગશુઈ સંબંધિત વસ્તુઓ સૌભાગ્યમાં વૃદ્ધિ કરે છે. સકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે. આ માટે ચાઈનીઝ વાસ્તુશાસ્ત્ર ફેંગશુઈ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે.
2/7

પરિવારમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધારવા માટે ફેંગશુઈના ઉપાયો ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. ફેંગશુઈના નિષ્ણાતોના મતે, જો તમે તમારા વિવાહિત જીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, તો તમે તમારા ઘરમાં ફેંગશુઈ સંબંધિત કેટલીક વસ્તુઓ રાખી શકો છો. એવું માનવામાં આવે છે કે તેનાથી વિવાહિત જીવનમાં ખુશીઓ આવે છે. આવો જાણીએ ફેંગશુઈની આ વસ્તુઓ વિશે...
3/7

લાલચટક ગુલાબ-દામ્પત્ય જીવનમાં પ્રેમ જાળવવા માટે ફૂલ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. ફેંગશુઈ અનુસાર બેડરૂમમાં લાલ ગુલાબ રાખવાથી સંબંધોમાં મધુરતા આવે છે. બીજી તરફ, જો તમે દરરોજ તાજા ગુલાબના ફૂલ ઘરમાં ન રાખી શકો તો ગુલાબના ફૂલની પેઇન્ટિંગ લગાવો.
4/7

બર્ડનું પેઇન્ટિંગ-ફેંગશુઈ અનુસાર, જો જીવનસાથી સાથે અણબનાવ થઇ રહ્યાં છે. અથવા મતભેદ અને સંઘર્ષની સ્થિતિ છે, તો તમારે ઘરમાં પક્ષીઓના પોસ્ટર લગાવવા જોઈએ, પરંતુ ધ્યાનમાં રાખો કે પક્ષીઓ જોડીમાં હોવા જોઈએ. લવ બર્ડ આપ આપના બેડ રૂમમાં મૂકી શકો છો. તેનાથી સંબંધમાં મધુરતા આવે છે.
5/7

ડોલ્ફિન પેઇન્ટિંગ-દાંપત્ય જીવનમાં ખુશીઓ જાળવી રાખવા માટે બેડરૂમમાં ડોલ્ફિનની તસવીર લગાવવી જોઈએ. તમારા બેડરૂમમાં ડોલ્ફિન ડાન્સ કરતી હોય અથવા ડોલ્ફિન રમતી હોય તેનું ચિત્ર મૂકો. ફેંગશુઈ અનુસાર, તેનાથી વિવાહિત જીવનમાં ખુશીઓ આવે છે.
6/7

વ્હાઇટ હોર્સની પેઇન્ટિંગ -ઘોડાને પ્રગતિનું પ્રતીક માનવામાં આવે છે. ફેંગશુઈ અનુસાર સુખી દામ્પત્ય જીવન માટે તમે તમારા ઘરની દિવાલો પર સફેદ ઘોડાનું ચિત્રો પણ લગાવી શકો છો.
7/7

કપલની તસવીર-તમારા જીવનસાથી સાથે સારા સંબંધ જાળવી રાખવા માટે બેડરૂમમાં તમારી અને તમારા પાર્ટનરની તસવીર અચૂક લગાવો. ફેંગશુઈ અનુસાર, આવું કરવાથી તમારું લગ્ન જીવન ખુશીઓથી ભરાઈ જશે. દિવાલ પર ચિત્ર લગાવતી વખતે ખાસ ધ્યાન રાખો કે તમે બંને હસતા હોવ અને ચિત્રમાં એકસાથે હોવ.આ માટે આપ આપના મેરેજની કોઇ સારી તસવીર પણ મૂકી શકો છો.
Published at : 31 Dec 2023 11:38 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
