શોધખોળ કરો
Dev Uthani Ekadashi 2022: દેવઉઠી એકાદશી વ્રત દરમિયાન કરો આ કામ, લક્ષ્મી થશે પ્રસન્ન
Dev Uthani Ekadashi: આજે દેવઉઠી એકાદશી 2022 ના રોજ, ભગવાન વિષ્ણુ ચાર મહિના પછી યોગ નિદ્રામાંથી જાગી જશે. આ દિવસે શાસ્ત્રોમાં કેટલાક ખાસ કામ અવશ્ય કરવાનું સૂચન છે.

Dev uthani Ekadashi 2022
1/8

Dev Uthani Ekadashi: આજે દેવઉઠી એકાદશી 2022 ના રોજ, ભગવાન વિષ્ણુ ચાર મહિના પછી યોગ નિદ્રામાંથી જાગી જશે. આ દિવસે શાસ્ત્રો મુજબ કેટલાક ખાસ કામ અવશ્ય કરવા જોઈએ. આવો જાણીએ આ દિવસે શું કરવું અને શું ન કરવું.
2/8

આજે દેવઉઠી એકાદશી, આજે કેટલાક કામ કરવાથી મા લક્ષ્મીની કૃપા થતાં આર્થિક સંકટો દૂર થશે અને ધનઆગમનના વિકલ્પો ખૂલશે.
3/8

દેવઉઠી એકાદશી 2022 પર ભગવાન વિષ્ણુને ઊંઘમાંથી જગાડવા માટે શંખનાદ અથવા ઘંટારવ અતૂક કરવો જોઇએ. જે આખું વર્ષ એકાદશી નથી કરી શકતા તેમણે આજના દિવસે વ્રત અવશ્ય રાખવું જોઇએ. કહેવાય છે. કે, તેનાથી આખા વર્ષની એકાદશીના વ્રતનું ફળ મળે છે.
4/8

આજના દિવસે વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માટે વિષ્ણુજીને પીળી પુષ્પ અને પીળી વસ્તુનો ભોગ ધરાવો.કહેવાય છે. જેનાથી મા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે.
5/8

પ્રબોધિની એકાદશીના દિવસે હળદર, કેળા, કેસરનું દાન કરવું શુભ મનાય છે. જેનાથી વિવાહમાં અડચણ દૂર થાય છે. સાથે જ માન સન્માનમાં પણ વૃદ્ધિ થાય છે.
6/8

કારતક માસની દેવઉઠી એકાદશી પર ગંગામાં સ્નાન કરવાથી મોક્ષ મળે છે. સાંજના સમયે હળદરની પેસ્ટ લગાવીને શાલિગ્રામ-તુલસી વિવાહ કરાવો. તુલસીને લાલ ચુન્રી અવશ્ય અર્પણ કરો.
7/8

તુલસી વિવાહ પછી તુલસી મંગલાષ્ટકનો પાઠ કરવો જોઈએ, તેનાથી વિવાહિત જીવનમાં સુખ આવે છે અને પતિ-પત્ની વચ્ચે પ્રેમની ભાવના જાગે છે. સાંજના પૂજન પછી તુલસીને પીળુ કપડું બાંધો, એવું કહેવાય છે કે તેનાથી વેપારમાં વધારો થાય છે.
8/8

દેવઉઠી એકાદશી પર ભૂલથી પણ તુલસી દળ ન તોડવા. તેમજ ચોખા, લસણ, ડુંગળીનું સેવન ન કરો. કહેવાય છે કે, જેનાથી લક્ષ્મીજી નારાજ થાય છે અને ધનનો વ્યય થાય છે. સંબંધોમાં કડવાશ આવે છે.
Published at : 04 Nov 2022 08:52 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આરોગ્ય
ગુજરાત
અમદાવાદ
બોલિવૂડ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
