શોધખોળ કરો
Advertisement

Diwali 2024: ભૂલથી પણ દિવાળીમાં આ વસ્તુઓનું ના કરશો દાન, નહી તો લક્ષ્મીજી થઇ જશે નારાજ
Diwali 2024: ઘણા લોકો તેમના સારા સ્વભાવને કારણે દરેકને મદદ કરવા તૈયાર હોય છે. જો કે, વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર, તમારી આ સારી આદત તમને મુશ્કેલીમાં મૂકી શકે છે.

પ્રતિકાત્મક તસવીર
1/6

Diwali 2024: ઘણા લોકો તેમના સારા સ્વભાવને કારણે દરેકને મદદ કરવા તૈયાર હોય છે. જો કે, વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર, તમારી આ સારી આદત તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. તેથી નવરાત્રિ અને દિવાળી દરમિયાન ઘરમાં રાખેલી આવી ઘણી વસ્તુઓને દાન કરવાથી તમે ગરીબ બની શકો છો.
2/6

હિંદુ ધર્મમાં ઘરેણાંને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. તેથી જ્યારે કોઈ પણ આભૂષણ ખરીદવામાં આવે છે, ત્યારે સૌ પ્રથમ આભૂષણને દેવી લક્ષ્મીની સામે રાખવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારે તમારા ઘરેણાં ક્યારેય કોઈને દાનમાં ન આપવું જોઈએ. ખાસ કરીને મંગળસૂત્ર કોઈને ન આપવું.
3/6

ધનમાં માતા લક્ષ્મીનો વાસ છે. જે ઘરમાં દરેક રૂપિયાની બચત હોય ત્યાં ક્યારેય પૈસા ખોટ રહેતી નથી. તેથી કોઈને ઉધાર ન આપો. લોન આપવાથી માતા લક્ષ્મી ગુસ્સે થાય છે.
4/6

ઘરની સફાઈ માટે ઉપયોગમાં લેવાતી સાવરણીમાં પણ દેવી લક્ષ્મીનો વાસ હોય છે. ઘરમાં ઉપયોગમાં લેવાતી સાવરણી નકારાત્મક શક્તિઓને ઘરની બહાર રાખે છે.
5/6

તેથી કોઈએ પોતાના ઘરમાં વપરાતી સાવરણી પણ કોઈને ન આપવી જોઈએ.રસોડામાં વપરાતી વેલણ, તવો બીજા કોઈને ન આપવો જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં આ વસ્તુઓ આપવાની મનાઈ છે.
6/6

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યાસ્ત પછી ક્યારેય પણ કોઈને દૂધ ન આપવું જોઈએ. કારણ કે દૂધને ચંદ્ર ગ્રહનું પ્રતીક માનવામાં આવે છે. સૂર્યાસ્ત પછી કોઈને દૂધ આપવાથી ઘરમાં આર્થિક સમસ્યા થઈ શકે છે.
Published at : 01 Oct 2024 02:31 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
આરોગ્ય
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર


gujarati.abplive.com
Opinion