શોધખોળ કરો
Navratri 2023: પ્રથમ નોરતે પાવાગઢ ખાતે ઉમટ્યા ભક્તો, દર્શન માટે લગાવી લાંબી લાઈન, જુઓ તસવીરો
Navratri 2023: આજથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થયો છે. પ્રથમ નોરતાએ પાવગઢ સહિત અનેક જગ્યાએ માતાજીના દર્શન કરવા ભક્તોની ભીડ ઉમટી છે.
પાવાગઢમાં પ્રથમ નોરતે ભક્તોનું ઘોડાપૂર
1/5

પાવગઢમાં વહેલી સવારથી માતાજીનાં દર્શન માટે ભક્તોએ લાંબી કતારો લગાવી છે.
2/5

માતાજીના દર્શન માટે દુર દૂરથી પગપાળા સંઘ પણ યાત્રાધામ પાવાગઢ ખાતે પહોંચી રહ્યા છે.
3/5

ગુજરાત સહિત મહારાષ્ટ્ર, એમ.પી, રાજસ્થાન સહિતનાં રાજ્યમાંથી મોટી સંખ્યામાં દર્શનાર્થી પાવાગઢ મંદિર ખાતે પહોંચ્યા છે.
4/5

યાત્રાળુઓ ના ઘસારાને ઘ્યાને લઇ જિલ્લા પ્રશાસન અને મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. રોપ વે સર્વિસ પણ વહેલી સવારનાં 4 વાગ્યા થી શરૂ કરી દેવામાં આવી છે.
5/5

બસોમાં ખીચોખીચ ભરાઈને શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા પાવાગઢ આવી રહ્યા છે.
Published at : 15 Oct 2023 08:55 AM (IST)
આગળ જુઓ





















