શોધખોળ કરો
Diwali 2023: દિવાળીમાં મહાલક્ષ્મીની પૂજા સમયે આ એક ઉપાય અચૂક કરજો, ધન સમૃદ્ધિમાં થશે વૃદ્ધિ
દિવાળી 12મી નવેમ્બર 2023ના રોજ છે. આ દિવસે લક્ષ્મી પૂજાનું અનેરૂ મહત્વ છે. આ અવસરે પૂજામાં કેટલાક ઉપાય કરવાથી મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/7

10 નવેમ્બરના રોજ ધનતેરસથી દિવાળીની 5 દિવસીય ઉજવણી શરૂ થશે. દિવાળી 12મી નવેમ્બર 2023ના રોજ છે. આ દિવસે લક્ષ્મી પૂજાનું અનેરૂ મહત્વ છે. આ અવસરે પૂજામાં કેટલાક ઉપાય કરવાથી મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.
2/7

દિવાળીના દિવસે મહાલક્ષ્મીની પૂજા અવસરે કોડ઼ી અને ગૌમતી ચક્રને પણ માને અર્પણ કરો. આ બંન વસ્તુ તેને પ્રિય છે.
3/7

આ કોડીને પૂજા બાદ ઘરના મુખ્ય દ્રાર પર બાંધી દો, તેનાથી ઘર મહાલક્ષ્મીની સદૈવ કૃપા રહેશે. આ પ્રયોગથી વાસ્તુ દોષ પણ દુર થાય છે
4/7

મહાલક્ષ્મીને પૂજામાં નૈવેદ્યમાં સાકરવાળુ દૂધ અચૂક અર્પણ કરો. બાદ આ દૂધને પ્રસાદરૂપે સૌને વહેચો. મહાલક્ષ્મીની અપાર કૃપા મળશે.
5/7

મહાલક્ષ્મીને સાફસફાઇને સુંદરતા ખૂબ જ પ્રિય છે. તેથી જ કહેવાય છે કે, ઝાડુમાં મહાલક્ષ્મીનો વાસ હોય છે. તેથી આ દિવસે ખાસ ઝાડુની પૂજા કરીને તેને મંદિરની પાસ મૂકી દો.
6/7

દિવાળીની રાત્રે લક્ષ્મી પૂજા સમયે શ્રીયંત્ર અને મહાલક્ષ્મી યંત્રની અવશ્ય પૂજા કરો. ધન ધાન્યની વૃદ્ધી માટે ઉપાય કારગર છે.
7/7

મહાલક્ષ્મીને દિવાળીમાં કમળનું પુષ્પ અર્પણ કરવું પણ શુભ મનાય છે. કમળનું પુષ્પ શક્ય ન હોય તો શ્વેત અથવા લાલ પુષ્પ અચૂક અર્પણ કરો
Published at : 02 Nov 2023 06:26 PM (IST)
આગળ જુઓ





















