શોધખોળ કરો
Janmashtami 2024 Shopping: કૃષ્ણ જન્માષ્ટમી પર ઘરે લાવો આ 5 વસ્તુઓ, ગ્રહોની ખરાબ અસર થશે દૂર
Janmashtami 2024 Shopping: બાળ ગોપાળનો જન્મોત્સવ એટલે કે કૃષ્ણ જન્માષ્ટમી 26 ઓગસ્ટ 2024ના રોજ ઉજવાશે. આ દિવસે કેટલીક ખાસ વસ્તુઓ ખરીદવાથી કાન્હા પ્રસન્ન થાય છે અને સુખ સમૃદ્ધિ, બરકતનો વાસ થાય છે.

જન્માષ્ટમીના દિવસે શું ખરીદવું શુભ હોય છે?
1/6

જન્માષ્ટમીના દિવસે અષ્ટધાતુથી બનેલી શ્રીકૃષ્ણની મૂર્તિ લાવવી જોઈએ. માન્યતા છે કે આમાં કાન્હાજી વિદ્યમાન રહે છે. તેમના ઘરમાં હોવાથી દરેક દુઃખ દૂર થાય છે. પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે છે.
2/6

બાળ ગોપાળની મૂર્તિ ઘરમાં છે તો જન્માષ્ટમીના દિવસે ગાય અને વાછરડાની મૂર્તિ લાવો. કાન્હાને ગાય ખૂબ પ્રિય છે, તે હંમેશા તેમની સેવામાં લાગેલા રહેતા હતા. ઘરમાં ગાય વાછરડાની મૂર્તિ રાખવાથી વાસ્તુ દોષ દૂર થાય છે, સંતાન સુખ મળે છે.
3/6

જન્માષ્ટમી પર વૈજયંતી માળા લાવીને કાન્હાને અર્પણ કરો. આમાં માં લક્ષ્મીનો વાસ હોય છે. જે લોકોને ધનની સમસ્યા થઈ રહી છે તેઓ ઘરમાં વૈજયંતી માળા જરૂર લાવે.
4/6

જન્માષ્ટમી પર વાંસળી અને મોરપીંછ પણ ઘરમાં લાવો. મોરપીંછ ઘરમાં હોવાથી કાળસર્પ દોષનો ભય રહેતો નથી જ્યારે વાંસળી હોવાથી નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે. ઘર પરિવારમાં મીઠાશ જળવાઈ રહે છે.
5/6

દક્ષિણાવર્તી શંખ શ્રીહરિને ખૂબ પ્રિય છે. શ્રીકૃષ્ણ પણ વિષ્ણુ જીનું સ્વરૂપ છે. જન્માષ્ટમી પર દક્ષિણાવર્તી શંખ ખરીદીને લાવો અને પછી તેમાં જળ દૂધ નાખીને કાન્હા જીનો અભિષેક કરો. માન્યતા છે કે આનાથી વૈવાહિક જીવનમાં ખુશહાલી આવે છે.
6/6

જન્માષ્ટમી પર કાન્હા જીની પૂજાનો મુહૂર્ત 26 ઓગસ્ટના રોજ મોડી રાત્રે 12.06 મિનિટથી સવારે 12.51 સુધી શુભ સમય છે.
Published at : 22 Aug 2024 08:23 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
આરોગ્ય
ગુજરાત
અમદાવાદ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
