શોધખોળ કરો
Numerology: જો તમારી જન્મતારીખ આ છે તો 26 મે સુધીનો સમય રહેશે કસોટીભર્યો, રોકાણ કરતા પહેલા સાવધાન
Numerology Weekly Horoscope: અંકશાસ્ત્ર (Numerology) મુજબ 26 મે સુધીનો સમય કેટલાક મુલાક માટે સારો નથી.
(પ્રતીકાત્મક તસવીર ગૂગલમાંથી)
1/4

અંકશાસ્ત્ર (Numerology) મુજબ 26 મે સુધીનો સમય 2, 4 અને સાત મુલાંકના લોકો માટે શુભ નથી. જાણીએ કઇ જન્મતારીખે જન્મેલા લોકેને 26 મે સુધી સંભાળવું પડશે
2/4

મૂલાંક -2 જો તમારો જન્મ કોઈપણ મહિનાની 2જી, 11મી, 20મી કે 29મી તારીખે થયો હોય તો તમારો મૂલાંક નંબર 2 હશે. આ અઠવાડિયે તમારા મનમાં ઘણા નકારાત્મક વિચારો આવી શકે છે. તમારી પ્રગતિના માર્ગમાં અનેક અવરોધો આવી શકે છે. આ સમયે લીધેલા નિર્ણયો તમારા પક્ષમાં નહીં હોય.જીવનસાથી સાથે મતભેદ થવાની સંભાવના છે. સંબંધોમાં તાલમેલ જાળવી શકશે નહીં. લવ લાઈફ માટે આ સમય અનુકૂળ નથી. વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ સારું નહીં રહે. તમારું મન અભ્યાસમાં ભટકી શકે છે. નોકરીમાં તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
3/4

મૂલંક -4જો તમારો જન્મ કોઈપણ મહિનાની 4, 13, 22 કે 31 તારીખે થયો હોય તો તમારો મૂલાંક નંબર 4 હશે. આ મૂલાંકના લોકો માટે આ સપ્તાહ સારું રહેશે નહીં. સંબંધોમાં ગેરસમજ ઊભી થઈ શકે છે. તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.જીવનસાથી સાથે વાદ-વિવાદ કે તકરાર થવાની સંભાવના છે. વિવાદોના કારણે અહંકાર સંઘર્ષની સ્થિતિ ઊભી થઈ શકે છે.
4/4

જો તમારો જન્મ કોઈપણ મહિનાની 7, 16 કે 25 તારીખે થયો હોય તો તમારો મૂલાંક નંબર 7 હશે. 7 નંબર હેઠળ જન્મેલા લોકો આ અઠવાડિયે અસુરક્ષાની લાગણીથી પીડાઈ શકે છે. તમારા વ્યક્તિત્વમાં આકર્ષણનો અભાવ હોઈ શકે છે. તમારા જીવનમાં અસ્થિરતા આવી શકે છે.તમે માનસિક રીતે ખૂબ જ પરેશાન રહેશો. આ અઠવાડિયે તમારી લવ લાઈફ બહુ અનુકૂળ રહેશે નહીં.
Published at : 21 May 2024 02:13 PM (IST)
આગળ જુઓ
Advertisement





















