ખાસ વાત છે કે વૉટ્સએપમાં કૉલિંગ વખતે પણ તમે વૉટ્સએપ ઇન્ટરફેસ પર ચેટિંગ કરી શકશો. કૉલિંગ માટે એક અલગ પૉપ અપ વિન્ડો ઓપન થશે. જોકે હજુ સુધી ગૃપ કૉલિંગ વિશે કોઇ જાણકારી સામે આવી નથી.
3/8
જો તમે વૉટ્સએપ વેબથી કૉલ કરવા માંગતા હશો તો આ માટે પણ એક પૉપ અપ મળશે. જેમાં કૉલિંગનુ ઓપ્શન હશે, એટલુ જ નહીં મોબાઇલની જેમ યૂઝરને વૉટ્સએપ વેબમાં પણ વીડિયો ઓફ, વૉઇસ મ્યૂટ અને રિજેક્ટ કરવાનો ઓપ્શન મળશે.
4/8
ખાસ વાત છે કે મોબાઇલની જેમ જ વૉટ્સએપ વેબના ચેટ હેડરમાં વૉઇસ અને વીડિયો કૉલનુ ઓપ્શન છે. જ્યારે કૉલ આવશે તો વૉટ્સએપ વેબમાં એક નવી વિન્ડો પૉપ અપ હશે, યૂઝર્સ કૉલને એક્સેપ્ટ કે રિજેક્ટ પણ કરી શકશે.
5/8
રિપોર્ટનુ માનીએ તો વૉટ્સએપે પોતાના કેટલાક યૂઝર્સને ટેસ્ટિંગ તરીકે વૉટ્સએપ વેબ પર કૉલિંગ ફિચર આપ્યુ છે, આ ફિચર પર ખુબ લાંબ સમયથી કામ ચાલી રહ્યું હતુ, હવે તે પુરુ થઇ ચૂક્યુ છે.
6/8
WABetainfoએ પોતાના રિપોર્ટમાં જણાવ્યુ કે, હાલ વૉટ્સએપ બીટા ટેસ્ટર્સને વૉટ્સએપ વેબમાં કૉલિંગનુ ફિચર આપવામાં આવ્યુ છે. જેને આગામી સમયમાં તમામ દરેક યૂઝર્સ માટે રિલીઝ કરી દેવામાં આવશે.
7/8
રિપોર્ટ છે કે કંપની વૉટ્સએપ વેબ પર ઓડિયો અને વીડિયો કૉલિંગના ફિચરને સામેલ કરવાની છે. બહુ જલ્દી આ ફિચરને દરેક યૂઝર માટે શરૂ કરી દેવામાં આવશે.
8/8
નવી દિલ્હીઃ પોતાના યૂઝર્સની દરેક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કંપની વૉટ્સએપમાં નવા નવા ફિચર્સ એડ કરતી રહે છે. હવે આ લિસ્ટમાં વધુ એક ફિચરનુ નામ જોડાશે, જોકે આ ફિચર વૉટ્સએપ વેબ માટે છે. કંપની મોબાઇલ વર્ઝન વૉટ્સએપ વાળા ફિચર્સને વૉટ્સએપ વેબ પર અપડેટ કરવા જઇ રહી છે.