શોધખોળ કરો
આ વર્ષે લૉન્ચ થઇ શકે છે રૉયલ એનફિલ્ડની આ 5 દમદાર બાઇક, જાણો દરેક વિશે...........
Royal_Enfield__10
1/6

New-Gen Royal Enfield Bullet 350 રૉયલ એનફિલ્ડની 2022 માટે લૉન્ચ કરવામાં આવેલી સૌથી મોટી મૉટરસાયકલોમાંની એક નવી જનરેશનની બૂલેટ હોવાની આશા છે. ન્યૂ જેન બુલેટ 350 આરઇના નવી જે-સીરીઝ પ્લેટફોર્મ પર બેઝ હશે, જે મીટિયૉર 350 અને ન્યૂ જેન ક્લાસિક 350 ને પણ એન્ડરપિન કરે છે. આ 349cc, સિંગલ સિલેન્ડર, એર અને ઓઇલ કૂલ્ડ એન્જિનથી પાવર લેશે. લૉન્ચ થવા પર આ ભારતની સૌથી સસ્તી રૉયલ એનફિલ્ડ મૉટરસાયકલ હશે. આને નવેમ્બર 2022 માં લૉન્ચ કરવામાં આવી શકે છે.
2/6

Royal Enfield Super Meteor 650 350cc સેગમેન્ટમાં નવી રજૂઆતોના એક ગૃપની સાથે, RE 650cc કેટેગરીને પણ ટારગેટ કરશે. કંપનીના આગામી પાવર ક્રૂઝર, રૉયલ એનફિલ્ડ સુપર મીટિયૉર 650 ને પહેલા જ ભારતમાં ટેસ્ટ માટે જોવામાં આવી ચૂકી છે. ઇન્ટરસેપ્ટર 650 થી આને 648cc, પેરેલલ-ટ્વીન, એર કૂલ્ડ, ફ્યૂલ -ઇન્જેક્ટેડ એન્જિન મળવાની આશા છે, પરંતુ મામુલી ફેરફારો સાથે, એન્જિનને 6 સ્પીડ ગિયરબૉક્સ સાથે જોડવામાં આવશે. આને ઓગસ્ટ 2022માં લૉન્ચ કરવામાં આવી શકે છે.
Published at : 20 Mar 2022 11:45 AM (IST)
આગળ જુઓ





















