વર્ષ 2021 સમાપ્ત થવા જઈ રહ્યું છે, આ વર્ષે ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોમાં ઘણો વેગ જોવા મળ્યો છે. જ્યારે સંપૂર્ણ રીતે ઈલેક્ટ્રિક ચાલવું એ હજુ પણ એક મોટું લક્ષ્ય છે, ત્યારે આ વિકસતા ઈલેક્ટ્રિક વાહન માટે સમગ્ર વિશ્વમાં ભારતની પ્રશંસા થઈ રહી છે. તો આજે આપણે ઈલેક્ટ્રિક વ્હીકલ સેગમેન્ટ, ખાસ કરીને સ્કૂટર પર ફોકસ કરીશું. તો અહીં તે સ્કૂટર્સની યાદી છે જે વર્ષ 2021માં ભારતીય બજારમાં સારી રેન્જ સાથે આવ્યા છે.
2/6
OLA Electric S1 and S1 Pro (ઓલા ઈલેક્ટ્રિક એસ1 અને એસ1 પ્રો) ઓલાએ ભારતમાં 2 ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યા છે. જેની રેન્જ 181 કિમી સુધીની છે. Ola S1 ની એક્સ-શોરૂમ કિંમત 99,999 રૂપિયા અને S1 Proની કિંમત 1,21,999 રૂપિયા છે. 115 કિમી/કલાકની ટોપ સ્પીડ સાથે, સ્કૂટર માત્ર ત્રણ સેકન્ડમાં 0 થી 40 કિમી/કલાકની ઝડપ પકડી શકે છે. સ્કૂટર 750W પોર્ટેબલ ચાર્જર સાથે આવે છે અને તેની 2.9kWh બેટરી છ કલાકમાં સંપૂર્ણ ચાર્જ થઈ શકે છે. OLA ના સૂચિત હાઇપરચાર્જ નેટવર્ક સાથે, સ્કૂટરને માત્ર 18 મિનિટમાં 50 ટકા સુધી ચાર્જ કરી શકાય છે.
3/6
Simple One (સિમ્પલ વન): ઓલા સ્કૂટર્સના સ્પર્ધકો, બેંગ્લોર સ્થિત સિમ્પલ એનર્જીના સ્કૂટરમાં 4.8kWhની બેટરી છે જે ઓલા સ્કૂટરની બેટરી કરતાં વધુ પાવરફુલ છે. સ્કૂટર જ્યારે ઈકો મોડમાં ચાલે છે ત્યારે તે 236 કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે. સ્કૂટરની એક્સ-શોરૂમ કિંમત 1.09 લાખ રૂપિયા છે. સ્કૂટરની ખાસિયત એ છે કે તેની બેટરી ચાર્જિંગ માટે દૂર કરી શકાય તેવી છે.
4/6
Ather 450X (એથર 450X) 116 કિલોમીટરની રેન્જ સાથે Ather 450Xની કિંમત રૂ. 1.32 લાખ એક્સ-શોરૂમ છે. Ather 450X 80 km/hની ટોપ સ્પીડને હિટ કરી શકે છે. માત્ર 3.3 સેકન્ડમાં 40 કિમી/કલાકની ટોપ સ્પીડ સુધી પહોંચવામાં સક્ષમ સ્કૂટર 2.61kWh બેટરી પેક કરે છે. Ather દાવો કરે છે કે 450X 3 કલાક 35 મિનિટમાં 80 ટકા ચાર્જ થઈ શકે છે.
5/6
Bajaj Chetak Electric (બજાજ ચેતક ઈલેક્ટ્રિક) બજાજના આ સ્કૂટરને અર્બન વેરિઅન્ટ માટે 1.42 લાખ રૂપિયા અને તેના પ્રીમિયમ વેરિઅન્ટ માટે 1.44 લાખ રૂપિયા ચૂકવવા પડશે. 2.9 kWh બેટરી સાથે, સ્કૂટર ઇકો મોડમાં 95 કિમીની રેન્જ આપે છે. આ સ્કૂટર પાંચ કલાકમાં સંપૂર્ણ ચાર્જ થઈ શકે છે અને કંપનીનો દાવો છે કે તેની લિથિયમ-આયન બેટરીને સાત વર્ષ સુધી ટકી રહે તેવી ડિઝાઇન કરવામાં આવી છે.
6/6
TVS iQube (ટીવીએસ આઈક્યૂબ) 75 કિમીની રેન્જ અને 78 કિમી/કલાકની ટોપ સ્પીડ ઓફર કરતી TVS iQubeની કિંમત રૂ. 1.15 લાખ એક્સ-શોરૂમ છે. સ્કૂટરમાં 1.4 kWh બેટરી છે જે પાંચ કલાકમાં 80 ટકા સુધી ચાર્જ થઈ શકે છે.