શોધખોળ કરો
Highest Range EV: આ ઇલેક્ટ્રિક કારોની રેન્જ જાણીને ઉડી જશે હોશ, સ્ટૉરીમાં વાંચી લો ફિચર્સ ને કિંમત.....
લૉકલ બજારમાં અવેલેબલ આ ઈલેક્ટ્રિક કાર તે ગ્રાહકોની ખચકાટ દૂર કરવા માટે પૂરતી છે. જેઓ ટૂંકી ડ્રાઇવિંગ રેન્જને કારણે ઇલેક્ટ્રિક વાહનોથી દૂર ભાગતા જોવા મળે છે.

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/6

Highest Range EV: આજકાલ ભારતીય માર્કેટમાં ઇલેક્ટ્રિક કારોની એક વિશાળ રેન્જ અવેલેબલ થઇ ચૂકી છે, જો તમે એક સારી કાર ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો, તો અહીં તમને બેસ્ટ ઓપ્શન બતાવવામાં આવી રહ્યાં છે. લૉકલ બજારમાં અવેલેબલ આ ઈલેક્ટ્રિક કાર તે ગ્રાહકોની ખચકાટ દૂર કરવા માટે પૂરતી છે. જેઓ ટૂંકી ડ્રાઇવિંગ રેન્જને કારણે ઇલેક્ટ્રિક વાહનોથી દૂર ભાગતા જોવા મળે છે. જુઓ અહીં હાઇએસ્ટ રેન્જ વાળી બેસ્ટ ઇલેક્ટ્રિક કારો.....
2/6

આ લિસ્ટમાં પહેલું નામ BMW i4નું છે, જે ભારતમાં કંપનીની બીજી ઇલેક્ટ્રિક કાર છે. તેની ડ્રાઇવિંગ રેન્જ 590 કિલોમીટર (WLTP) છે. તેમાં 83.9kWhની બેટરી પેક છે. તેની ટોપ સ્પીડ 190kmph છે અને તેને 0-100 kmph થી વેગ આપવામાં માત્ર 5.7 સેકન્ડ લાગે છે.
3/6

બીજી ઇલેક્ટ્રિક કાર મર્સિડીઝ-બેન્ઝ AMG EQS 53 4Matic+ છે. જેની WLTP ડ્રાઇવિંગ રેન્જ 586 કિલોમીટર સુધીની છે. તેની કિંમત 2.45 કરોડ છે.
4/6

ત્રીજી કાર Kia EV6 છે. તેની WLTP રેન્જ 528 કિલોમીટર સુધીની છે. તે 77.4kWh બેટરી પેકથી સજ્જ છે. તેની કિંમત 59.95 લાખ રૂપિયા છે.
5/6

આ લિસ્ટમાં ચોથું નામ Audi e-tron GT છે. જેમાં 93kWhનું બેટરી પેક છે. કંપની તેની ઇલેક્ટ્રિક કાર માટે 500 કિલોમીટર સુધીની રેન્જનો દાવો કરે છે.
6/6

આ યાદીમાં પાંચમી ઈલેક્ટ્રિક કાર પૉર્શ ટાયસન છે, જે બે બોડી સ્ટાઈલ (ટાયસન સેડાન અને ટાયસન ક્રોસ તુરિસ્મો એસ્ટેટ) અને 7 વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. તેના ટોપ સ્પેકમાં 93.4kWh બેટરી પેક છે, જેના માટે કંપની 484 કિલોમીટર સુધીની રેન્જનો દાવો કરે છે.
Published at : 18 Nov 2023 12:32 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
