શોધખોળ કરો
Car Discount Offer: ટાટાની કાર પર મળી રહી છે 2.10 લાખ રૂપિયા સુધીની ઓફર, જાણો વિગત
tata1
1/6

Car Discount: વર્ષ 2021 સમાપ્ત થવા જઈ રહ્યું છે, કાર કંપનીઓ તેમના સ્ટોકને ક્લિયર કરવા માટે ડિસ્કાઉન્ટ અને અન્ય ઓફરો આપી રહી છે. અહીં અમે તમને ટાટાની કાર પર ઉપલબ્ધ ઑફર્સ વિશે માહિતી આપી રહ્યાં છીએ. જે વાહનો પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે તેમાં Tata Harrier, Tata Safari, Tata Tiago, Tata Tigor, Tata Nexon અને Tata Nexon EVનો સમાવેશ થાય છે, પરંતુ Altroz અને તાજેતરમાં લૉન્ચ થયેલા Tata Punch પર ઑફર્સ ઉપલબ્ધ નથી.
2/6

Tata Harrier: ટાટા હેરિયર પર 65000 રૂપિયા સુધીની ઓફર આપવામાં આવી રહી છે. આમાં રૂ. 40,000નો એક્સચેન્જ લાભ અને રૂ. 20,000નું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ સામેલ છે. આ ઓફર હેરિયરની ડાર્ક એડિશન સિવાયના તમામ વેરિઅન્ટ્સ પર લાગુ છે. Tata Harrier એ 5 સીટર SUV છે. જેમાં 2.0 લીટર ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે જે 170 bhpનો પાવર આપે છે. તે મહિન્દ્રા સ્કોર્પિયો અને MG હેક્ટર સાથે સ્પર્ધા કરે છે.
Published at : 18 Dec 2021 11:27 AM (IST)
આગળ જુઓ





















