શોધખોળ કરો
Powerful Bikes: નવી બાઇક ખરીદવાનો પ્લાન છે ? તો 160 સીસી સેગમેન્ટમાં આવનારી આ દમદાર બાઇકો પર નાંખો એક નજર....
અમે તમને અહીં ચાર એવી બાઇકો વિશે માહિતી આપી રહ્યાં છીએ, જે 160 સીસી સેગમેન્ટમાં તમારો બેસ્ટ ઓપ્શન બની શકે.

ફાઇલ તસવીર
1/5

Powerful Bikes: જો તમે એક નવી બાઇક ખરીદવાનો પ્લાન બનાવી રહ્યાં છો, અને વિચારી રહ્યા છો કે ઓછી અને બજેટ કિંમતમાં એક પાવરફૂલ બાઇક મળી જાય, તો આ સંભવ છે, અમે તમને અહીં ચાર એવી બાઇકો વિશે માહિતી આપી રહ્યાં છીએ, જે 160 સીસી સેગમેન્ટમાં તમારો બેસ્ટ ઓપ્શન બની શકે.
2/5

ટીવીએસ અપાચે આરટીઆર 160 (TVS Apache RTR 160), આ બાઇકનું પણ ખુબ વેચાણ થાય છે. દમદાર લૂક સાથે આવનારી આ બાઇકમાં 159.7 સીસી સિંગલ-સિલેન્ડર એન્જિન મળે છે. આ એન્જિન 8500 આરપીએમ પર 15.8hp નો પાવર અને 6000 આરપીએમ પર 13Nm નો પીક ટૉર્ક જનરેટ કરે છે, આની કિંમતની વાત કરીએ તો ₹1,17,790-1,24,590 રૂપિયા એક્સ શૉ રૂમ, દિલ્હી છે.
3/5

પલ્સર એનએસ 160 (Bajaj Pulsar NS160), આ બાઇકની ભારતીય માર્કેટમાં ખુબ ડિમાન્ડ છે, ખાસ કરીને યૂથને ખુબ પસંદ આવી રહી છે. આ બાઇકમાં 160.3cc નું ઓઇલ કૂલ્ડ, 4- સ્ટ્રૉક, SOHC, 4- વાલ્વ DTS-i એન્જિન મળે છે, આ એન્જિન 8500 આરપીએમ પર 15.5PSની મેક્સિમમ પાવર અને 6500 આરપીએમ પર 14.6Nm નો પીક ટૉર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. આની શરૂઆતી કિંમત 1,25,114 રૂપિયા એક્સ-શૉરૂમ, દિલ્હી છે.
4/5

ટીવીએસ અપાચે આરટીઆર 160 4વી (TVS Apache RTR 160 4V), આ ટીવીએસની નવી બાઇક છે. આમાં તમને 159.7cc સિંગલ-સિલેન્ડર, 4- વાલ્વ, ઓઇલ કૂલ્ડ એન્જિન મળે છે. આ એન્જિન 16.8hpનો પાવર અને 14.8Nmનો પીક ટૉર્ક જનરેટ કરે છે. સાથે જ આ બાઇકમાં 5- સ્પીડ ગિયરબૉક્સ મળે છે. કિંમતની વાત કરીએ તો ₹1,39,690 એક્સ-શૉ રૂમ, દિલ્હી છે.
5/5

Hero Xtreme 160R આ બાઇકને પણ ખુબ પસંદ કરવામાં આવી રહી છે. આ બાઇકમાં 163cc સિંગલ-સિલેન્ડર એન્જિન મળે છે. આ એન્જિન 15bhp અને 14Nm નો પીક ટૉર્ક જનરેટ કરવામાં સક્ષમ છે, આ બાઇકની શરૂઆતી કિંમત ₹1,17,786 રૂપિયા એક્સ-શૉરૂમ, દિલ્હી છે.
Published at : 21 Dec 2022 12:23 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
