શોધખોળ કરો
Auto Expo 2023: પોતાના પહેલા ઇલેક્ટ્રિક સ્કૂટરની સાથે LMLની શાનદાર વાપસી, જુઓ તસવીરો
કંપનીએ ઓટો એક્સ્પૉ 2023માં પોતાનું પહેલું ઇલેક્ટ્રિક સ્કૂટર (LML Star) પરથી પડદો ઉઠાવી લીધો છે, સાથે જ આનુ બુકિંગ પણ શરૂ કરી દીધુ છે.

ફાઇલ તસવીર
1/5

Auto Expo 2023: જુની યાદોને તાજી કરવા માટે LML હવે ઇલેક્ટ્રિક વર્ઝનમાં વાપસી કરી રહ્યું છે. કંપનીએ ઓટો એક્સ્પૉ 2023માં પોતાનું પહેલું ઇલેક્ટ્રિક સ્કૂટર (LML Star) પરથી પડદો ઉઠાવી લીધો છે, સાથે જ આનુ બુકિંગ પણ શરૂ કરી દીધુ છે.
2/5

એલએમએલ સ્ટારને કંપનીએ ફ્યૂચરિસ્ટિક લૂકની સાથે રજૂ કર્યુ છે. જેમાં રેડ એક્સેન્ટની સાથે, બ્લેક અને વ્હાઇટની ડબલ ટૉન થીમ આપવામાં આવી છે. વળી, આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં LED DRL, LED પ્રૉજેક્ટર હેન્ડલેમ્પ, 360 ડિગ્રી કેમેરા, હેપ્ટિક ફિટબેક અને એલઇડી લાઇટિંગ જેવી સુવિધાઓની સાથે મળશે, આની શાનદાર ડિઝાઇન અને ફિચર્સના કારણે આને સારો રિસ્પૉન્સ મળી શકે છે.
3/5

એલએમએલ ઇલેક્ટ્રિક ટૂ વ્હીલરમાં આપવામાં આવેલી ઇન્ટરેક્ટિવ ડિસ્પ્લેને કસ્ટમાઇઝ કરવામાં આવી શકે છે. સાથે આની ટેક્સ્ટ ડિસ્પ્લેને રાઇડરના મૂડના હિસાબથી મૉડિફાઇ પણ કરી શકાશે. આ ઉપરાંત આ સ્કૂટરમાં એબિયન્ટ લાઇટિંગ, ઇન્ટીગ્રેટેડ DRL, બેકલાઇટ અને ઇન્ડિકેટર્સ પણ અવેલેબલ છે.
4/5

આમાં સેફ્ટી ફિચર્સ તરીકે ABS, રિવર્સ પાર્ક આસિસ્ટ, ટાયર પ્રેશર મૉનિટરિંગ સિસ્ટમ (TPMS) ની સાથે, આમાં એક પાવરફૂલ મૉટર અને દમદાર બેટરી આપવામાં આવી છે. બેસ્ટ બેલેન્સ માટે આની બેટરીને ફૂટબૉર્ડ પર રાખવામાં આવ્યુ છે. આ ઉપરાંત આમાં એક સારી બૂટ સ્પેસ મળે છે.
5/5

દેશમાં એલએમએલ સ્ટાર ઓલા એસ વન, બજાજ ચેતક, ટીવીએસ આઇક્યૂબ, હીરો વિડો, બાઉન્સ ઇનફિનિટી જેવી ઇલેક્ટ્રિક સ્કૂટરને ટક્કર આપશે. વળી, આ સ્કૂટરને યૂરોપ, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા જેવા વિકેસિત માર્કેટમાં પણ એક્સપૉર્ટ કરવામાં આવે છે.
Published at : 13 Jan 2023 02:46 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આઈપીએલ
બિઝનેસ
રાજકોટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
