વળી, ભારત માટે પુનર્ગઠન ગતિવિધિ વિશે બતાવતા એક પ્રવક્તાએ જાણકારી આપી છે કે તેની ભવિષ્યની રણનીતિની જાહેરાત કરી દેવામાં આવી છે, જેમાં માત્ર બ્રાન્ડ અને ગાડીઓની જ યોજનાઓ સામેલ નથી, પરંતુ એ પણ સામેલ છે કે આખા વ્યવસાયને કઇ રીતે ફરીથી તૈયાર કરીશું. (પ્રતિકાત્મક તસવીર)
2/5
કંપનીએ કરી નવા પ્લાનની જાહેરાત..... જગુઆરે ઇલેક્ટ્રિક કારના વિકાસ માટે નવા પ્લાનની જાહેરાત કરી છે. આ પ્લાન અંતર્ગત કંપની દર વર્ષે લગભગ 2.9 બિલિયન યૂરોનુ રોકાણ કરશે. જેનાથી કંપની 2039 સુધી ઇલેક્ટ્રિક વ્હીકલની એક આખી સીરીઝ લૉન્ચ કરી શકે. આના કારણે કંપનીએ વેતનભોગી કર્મચારીઓને છટણી કરવા વિશે જાણકારી આપવાની શરૂઆત કરી દીધી છે. વળી જગુઆર લેન્ડ રૉવર તરફથી સ્પષ્ટ કરી દેવામાં આવ્યુ છે કે જે કર્મચારીઓ કલાકોના હિસાબથી કામ કરે છે તેમને નોકરીમાંથી નહીં કાઢવામાં આવે. (પ્રતિકાત્મક તસવીર)
3/5
ટાટા ક્યારે બન્યુ હતુ જગુઆરનુ માલિક.... ટાટા મોટર્સે વર્ષ 2008માં જગુઆર લેન્ડ રૉવરને 1.7 બિલિયન પાઉન્ડમાં ખરીદ્યુ હતુ. આ સોદામાં બ્રિટીશ બ્રાન્ડ્સ જગુઆરના સ્વામિત્વ વાળી બે પ્રભાવી બ્રાન્ડ લાનચેસ્ટર અને રૉવર પણ સામેલ હતી. (પ્રતિકાત્મક તસવીર)
4/5
હલના સમયમાં આખી દુનિયામાં જગુઆર લેન્ડ રૉવર લગભગ 40 હજાર કર્મચારીઓની છટણી કરવા જઇ રહી છે. જગુઆર લેન્ડ રૉવર અનુસાર કંપની વર્ષ 2025થી ઇલેક્ટ્રિક ગાડીઓનું નિર્માણ શરૂ કરી દેશે. જગુઆર અનુસાર કંપની વર્ષ 2024માં પોતાની ઇલેક્ટ્રિક કારને લૉન્ચ કરશે. (પ્રતિકાત્મક તસવીર)
5/5
નવી દિલ્હીઃ ટાટા મોટર્સના માલિકી હક્ક વાળી બ્રિટનની સૌથી મોટી કાર નિર્માતા કંપની જગુઆર લેન્ડ રૉવરે આગામી નાણાંકીય વર્ષમાં કૉસ્ટ કટિંગ માટે 2 હજાર કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી છે. (પ્રતિકાત્મક તસવીર)