શોધખોળ કરો
આજે બજેટ રજૂ થશે, શું કહી રહ્યા છે ઉદ્યોગપતિઓ?

1/3

ઉપરાંત બિલાઈન બ્રોકિંગના ડિરેક્ટર વનેશ પંચાલે જણાવ્યું હતુ કે, સરકારનું નવું બજેટ વૃદ્ધિ લક્ષી રહેવાની અપેક્ષા છે. સરકાર દેશમાં મેન્યૂફેક્ચરિંગ ક્ષેત્રે કામગીરી વધે તે માટે ઉદ્યોગોને રાહત આપી ચૂકી છે. બજેટમાં તેનું લક્ષ્ય દેશમાં વપરાશી માગ વધે તે માટે મધ્યમવર્ગને હાથમાં વધુ નાણા આપવાનું રહેશે. જે માટે તે આવકવેરામાં રાહતો જાહેર કરશે તેવું નક્કી મનાય છે. શેરબજાર વર્ગને પ્રોત્સાહન માટે તે લોંગ ટર્મ કેપિટલ ગેઈન્સ ટેક્સમાં રાહતો આપી શકે છે. જ્યારે ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સમાં પણ તે રાહત આપે તેવી શક્યતા છે. અર્થતંત્ર હાલમાં ઓક્સિજન પર છે ત્યારે સરકારના આ પ્રકારના ઉપાયો નાણાકિય ખાધને નજરઅંદાજ કરી શકે છે. જોકે હું માનું છું કે મોદી સરકાર આવકના અન્ય ઉપાયો હાથ ધરીને નાણાકિય ખાધને પણ અંકુશમાં રાખવાનો પ્રયાસ કરશે.
2/3

નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે બજેટ રજૂ કરશે. તેઓ બજેટ રજૂ કરવા માટે સંસદ પહોંચી ચૂક્યા છે. બજેટ 2020થી ઉદ્યોગપતિઓને ખૂબ આશાઓ છે. આજના બજેટને લઇને વેલ્થસ્ટ્રીટના કો-ફાઉન્ડર રાકેશ લાહોટીએ જણાવ્યું હતું કે, લિસ્ટેડ શેરો પર 14 વર્ષ ના ગાળા બાદ લૉંગ ટર્મ કેપિટલ ગેઈન્સ ટેક્સ લાગુ કરવામાં આવ્યું હતું. આના કારણે સરકારની આવકમાં કોઈ ખાસ મોટો વધારો થયો નથી પણ શેર માર્કેટમાં બહુ મોટો ગૂંચવાડો ઉભો થયો છે. લૉંગ ટર્મ કેપિટલ ગેઈન્સ ટેક્સ અને સેક્યુરિટીઝ ટ્રાન્ઝૅકશન ટેક્સ સાથે લાગવાના કારણે ડબલ ટૅક્સેશન ની સ્થિતિ ઉભી થાય છે, જે રોકાણ આકર્ષવામાં અડચણરૂપ છે. આ વિષય પર બજેટમાં ધ્યાન આપવાની જરૂર છે.
3/3

તે સિવાય સીટા સોલ્યુશન્સના ફાઉન્ડર અને ચેરમેન કિરણ સુતરીયાએ જણાવ્યું હતું કે, ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ (DDT): આજની તારીખમાં ડિવિડન્ડ ની આવક ઉપર કોર્પોરેટ ટેક્સ, ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યૂશન ટેક્સ, અને શેરહોલ્ડર પર આવકવેરો, એમ મળીને ત્રણ વખત ટેક્સ લેવામાં આવે છે. વધુમાં ઈન્સુરન્સ કંપનીઓમાં વિદેશી રોકાણ ની મર્યાદા 49% થી વધારીને 74% કરવાની જરૂર છે. આનાથી ઈન્સુરન્સ કંપનીઓ ને વિસ્તરણ કરવામાં અને ઊંચા મૂડીરોકાણ ની જરૂરિયાત પુરી કરવામાં મદદ મળશે. ઇન્ફર્મેશન ટેકનોલોજી ભારતમાં એક અતિ મહત્વપૂર્ણ સેક્ટર છે. ખુદ ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલયનું અનુમાન છે કે ભારતને 5 ટ્રિલિયન ડોલર ઈકોનોમી બનાવવાના લક્ષ્યને હાંસલ કરવા માટે ઇન્ફર્મેશન ટેકનોલોજી સેક્ટરે 1 ટ્રિલિયન ડોલર નું યોગદાન આપવું પડશે, અમારું માનવું છે કે આના માટે રૅગ્યુલૅટરી વાતાવરણ કે જેનાથી ઇન્ફર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે ખાનગી રોકાણ ને અસર થાય છે તેના તરફ બજેટમાં ધ્યાન આપવામાં આવશે. દાખલાં તરીકે એવા નિયમો કે જેમનાથી ખાનગી રોકાણમાં અને મંજૂરીઓ મેળવવાંમાં મોડું થાય છે એવા નિયમોમાં સુધાર લાવવામાં આવશે. વધુમાં અમારું માનવું છે કે વિત્ત મંત્રી વિવિધ નિયમો ને સરળ બનાવવાં પર પણ ધ્યાન આપશે.
Published at :
Tags :
Budget 2020 Expectations Budget Analysis Budget Announcements Finance Budget 2020 Personal Finance Rail Budget Rail Budget 2020 Street Dancer 3d Budget Tax Budget Budget News When Is Budget 2020 What Is Budget Budget Expectations Union Budget 2020 Date Nifty Indian Budget 2020 Budget 2020 Budget Date Budget 2020 Date Budget 2020 India Union Budget Union Budget 2020 Budget 2020 Date India Budget 2019વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
