શોધખોળ કરો
CBSEએ આ બે ધોરણનો અભ્યાસક્રમ બદલ્યો, શાળાઓમાં નવા પુસ્તકોથી થશે અભ્યાસ
CBSE Class Textbooks: CBSE એ ધોરણ 3 અને 6 ના અભ્યાસક્રમમાં ફેરફાર કર્યા છે. આ સાથે જ બોર્ડ શાળાના વડાઓ અને શિક્ષકો માટે પણ કાર્યક્રમોનું આયોજન કરશે.
CBSE Board New Textbooks: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા ઘણા મોટા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે.
1/5

CBSE બોર્ડે ધોરણ 3 અને ધોરણ 6 ના અભ્યાસક્રમમાં ફેરફાર કર્યા છે. CBSE બોર્ડે બંને વર્ગના પુસ્તકોમાં ફેરફાર કર્યા છે. નવો અભ્યાસક્રમ NCERT પેટર્ન હેઠળ શૈક્ષણિક સત્ર 2024-25માં ધોરણ 3 અને ધોરણ 6માં ભણાવવામાં આવશે. બોર્ડ દ્વારા તમામ શાળાઓને માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.
2/5

NCERT એ CBSE ને એક પત્ર મોકલ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે ધોરણ 3 અને 6 માટે નવો અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકો ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે. નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) દ્વારા પ્રકાશિત પાઠ્ય પુસ્તકોની જગ્યાએ શાળાઓએ વર્ષ 2023 સુધીમાં આ નવા અભ્યાસક્રમો અને પાઠ્યપુસ્તકોને અનુસરવા જોઈએ.
3/5

CBSEની સત્તાવાર માહિતી અનુસાર, NCERT ધોરણ 6 માટે બ્રિજ કોર્સ અને વર્ગ 3 માટે સંક્ષિપ્ત માર્ગદર્શિકા તૈયાર કરી રહ્યું છે. જેથી વિદ્યાર્થીઓને NCSE 2023 મુજબ ભણાવી શકાય. ઉપરાંત, બોર્ડ NEP 2020 માટે શાળાના વડાઓ અને શિક્ષકોને તૈયાર કરવા માટે ક્ષમતા નિર્માણ કાર્યક્રમોનું આયોજન કરશે.
4/5

CBSE દ્વારા આપવામાં આવેલા નિર્દેશોમાં કહેવામાં આવ્યું છે કે 1 એપ્રિલ, 2024થી શરૂ થતા શૈક્ષણિક વર્ષ 2024-25 માટે અન્ય વર્ગોના અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકોમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.
5/5

નોટિસમાં કહેવામાં આવ્યું છે કે તમામ શાળાઓ માટે સિલેબસ દસ્તાવેજોના શરૂઆતના પેજમાં આપવામાં આવેલી સિલેબસ સૂચનાઓનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. વધુમાં કહેવાયું છે કે બને ત્યાં સુધી નિયત અભ્યાસક્રમ મુજબ જ વિષયો ભણાવવા જોઈએ. બોર્ડ શાળાના વડાઓ અને શિક્ષકો માટે ક્ષમતા નિર્માણ કાર્યક્રમોનું પણ આયોજન કરશે.
Published at : 28 Mar 2024 06:35 AM (IST)
આગળ જુઓ
Advertisement





















