શોધખોળ કરો
Board Results 2024: આવતી કાલે જાહેર થશે ધો.10 અને 12 બોર્ડની પૂરક પરીક્ષાનું પરિણામ, આ રીતે કરો ચેક
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર બપોરે 12 વાગ્યે પરિણામ જાહેર થશે. વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પર પણ પરિણામ જાણી શકશે.

બોર્ડ રિઝલ્ટ
1/6

જૂન-જુલાઇ ૨૦૨૪ માં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-૧૦ (એસ.એસ.સી) અને સંસ્કૃત પ્રથમાની પૂરક પરીક્ષા તથા ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાની પૂરક પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તા. ૨૯/૦૭/૨૦૨૪ ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે.
2/6

વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પોતાનો જૂન-જુલાઇ(પૂરક)-૨૦૨૪ પરીક્ષાનો બેઠક ક્રમાંક (Seat Number) નાંખીને મેળવી શકશે.
3/6

વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર, અને SR શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે.
4/6

પરીક્ષા બાદ ગુણચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગ્રુપ સુધારા, ગુણ-તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન:ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર શાળાઓએ બોર્ડની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી તે અનુસાર યોગ્ય કાર્યવાહી કરવાની રહેશે.
5/6

વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પરથી પણ પરિણામ જાણી શકશે .
6/6

તમામ તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે.
Published at : 28 Jul 2024 07:27 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ખેતીવાડી
દેશ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
