શોધખોળ કરો
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે વધુ એક ભરતીની જાહેરાત કરી, 16 ઓગસ્ટથી અરજી પ્રક્રિયા શરૂ થશે
ગાંધીનગર: ગુજરાત રાજ્ય સરકારે આજે રોજગાર વાંચ્છુ યુવાનો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફાયરમેન અને ડ્રાઈવરની કુલ 117 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
Gujarat Secondary Service Selection Board recruitment: આ ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન માધ્યમથી હાથ ધરવામાં આવશે. ઇચ્છુક અને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો 16 ઓગસ્ટથી 31 ઓગસ્ટ 2024 સુધી અરજી કરી શકશે.
1/7

ગુજરાત ગૌણ સેવા ૫સંદગી મંડળ, ગાંધીનગર દ્વારા શહેરી વવકાસ અને શહેરી ગૃહ વનમાાણ વવભાગના વનયંત્રણ હેઠળની ખાતાના વડાની કચેરી વનયામક, રાજ્ય અવિ વનવારણ સેવાઓ, ગાંધીનગર અનેગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાયરમેન કમ ડરાઇવર,વગમ ૩ સંવર્ગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી OJAS ની વેબસાઇટ પર ઓનલાઈન અરજી૫ત્રકો મંગાવવામાં આવેછે.
2/7

આ માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in પરથી તા.૧૬/૦૮/ર૦૨૪ (૧૪ ૦૦ કલાક) થી તા.૩૧/૦૮/ર૦૨૪ (સમય ૨૩:૫૯ કલાક સુધી) દરમ્યાન ઓન લાઈન અરજી કરવાની રહેશે. ભરતી પ્રક્રિયા સંબંધેની તમામ સૂચનાઓ મંડળની વેબસાઇટ https://gsssb.gujarat.gov.in પર મૂકવામાં આવશે, તેથી સમયાંતરેમંડળની વેબસાઇટ અચુક જોતા રહેવું.
Published at : 12 Aug 2024 03:59 PM (IST)
આગળ જુઓ





















